Hindu Population In Pakistan : ભારતમાં ઘટી રહી છે હિંદુઓની સંખ્યા, વધી મુસ્લિમોની વસ્તી, પાકિસ્તાનમાં ખરાબ હાલત
Hindu Population In Pakistan : ભારતમાં હિંદુ વસ્તી ઘટી છે, તો બીજી તરફ પારસીઓ અને જૈનને છોડીને ભારતમાં તમામ ધાર્મિક અલ્પસંખ્યકોની વસ્તીમાં વધારો જોવા મળ્યો છે.
Hindu Population In Pakistan : ભારતમાં બહુસંખ્યક સમુદાયોની જનસંખ્યામાં ઘટાડો આવ્યો છે. પ્રધાનમંત્રીની આર્થિક સલાહકાર પરિષદના એક વર્કિંગ પેપરમાં એવો દાવો કરવામાં આવ્યો છે. પેપરના અનુસાર ભારતમાં હિંદુ વસ્તી ઘટી છે, તો બીજી તરફ પારસીઓ અને જૈનને છોડીને ભારતમાં તમામ ધાર્મિક અલ્પસંખ્યકોની વસ્તીમાં વધારો જોવા મળ્યો છે. તો બીજી તરફ પડોશી દેશ પાકિસ્તાનમાં બહુસંખ્યકોની સંખ્યામાં વધારો થયો છે, બાકી સમુદાયોની સંખ્યામાં ઘટાડો આવ્યો છે.
New Maruti Swift જોઇને તમે પણ કહેશો- કાળું ટીલું કરી દો, ક્યાંક નજર ન લાગી જાય...!
Akshaya Tritiya 2024: 2000 રૂપિયા મોંઘું થયું સોનું, 72,000 રૂપિયાને પાર પહોંચ્યું
2022 ની સેન્ટર ફોસ પીસ એન્ડ જસ્ટિસના રિપોર્ટ અનુસાર દેશમાં અલ્પસંખ્યક હિંદુ સમુદાયના 22,566 લોકો રહેતા હતા. આ પાકિસ્તાનની કુલ વસ્તીના 1.18 ટકા છે. પાકિસ્તાનની કુલ રજિસ્ટર વસ્તી 18,68,90,601 છે. રજિસ્ટર લોકોની સંખ્યામાંથી 18,25,92,000 મુસ્લિમ છે. નેશનલ ડેટાબેઝ અને રજીસ્ટ્રેશન ઓથોરિટીના આંકડા પર આધારિત રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે પાકિસ્તાનની કુલ વસ્તીમાં ધાર્મિક અલ્પસંખ્યક 5 ટકાથી પણ ઓછા છે, જેમાં હિંદુ સૌથી મોટો અલ્પસંખ્યક સમુદાય છે.
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે 17 ધર્મોમા વિશ્વાસ ધરાવનારા ઉપરાંત દેશમાં નાસ્તિકોની કુલ સંખ્યા 1400 છે. રજિસ્ટર હિંદુઓની સંખ્યા 22,10,566 છે, ત્યારબાદ ઇસાઇ 18,73,348, અહમદી1,88,340, સિખ 74,130, ભેસ 14,537 અને 3,917 પારસી છે. રિપોર્ટમાં 11 એવા અલ્પસંખ્યક સમુદાયોની પણ ઓળખ કરવામાં આવી છે, જેની સંખ્યા 2,000 થી ઓછી છે.
શિમલા-મનાલી અને આબુ સાપુતારા ખૂબ ફર્યા, પણ બિહારના હિલ સ્ટેશન જોયા વિના વગર નકામું છે જીવન
Ranchi Famous Place: રાંચીમાં જન્નત જેવી છે ફરવા લાયક જગ્યાઓ, મન મોહી લેશે કુદરતી સૌદર્ય
જૈન ધર્મના ફક્ત 6 લોકો
2 હજારથી ઓછી સંખ્યાવાળા બૌદ્ધ 1,787, ચીની 1,151, શિંટો ધર્મના અનુયાયી 628, યહૂદી 628, આફ્રીકી ધર્મના અનુયઆયી 1,418, કેલાશા ધર્મના અનુયાયી 1,522 અને જૈન ધર્મના ફક્ત 6 અનુયાયી છે.
30 વર્ષ બાદ આ રાશિમાં ગોચર કરી તાંડવ મચાવશે શનિદેવ, તહેસ-નહેસની તૈયારી રાખે 5 રાશિવાળા
145% વધ્યું આ 7-સીટર કારનું વેચાણ, કિંમત પણ પરવડે એવી, ફીચર્સ છોતરા કાઢી નાખી એવા
ભારતમાં મુસ્લિમોની સ્થિતિ
પીએમની આર્થિક સલાહકાર પરિષદના એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે ભારતમાં 1950 થી 2015 વચ્ચે હિંદુઓની વસ્તીમાં ઘટાડો આવ્યો છે. મુસ્લિમ વસ્તી 9.84% થી વધીને 14.09% થઇ ગઇ છે. ઇસાઇ વસ્તીની ભાગીદારી 2.24% થી વધીને 236% થઇ ગઇ છે. સિખ સમુદાયની વસ્તી 1.24% થી વધીને 1.85% થઇ ગઇ છે. તો બીજી તરફ પાકિસ્તાન, બાંગ્લાદેશમાં બહુસંખ્યક મુસ્લિમ વધ્યા છે. બાંગ્લાદેશમાં સૌથી અધુ 18.5% નો વધારો જોવા મળ્યો છે. ત્યારબાદ પાકિસ્તાન (3.75%) અને અફઘાનિસ્તાન (0.29%) નું સ્થાન રહ્યું.