Ranchi Famous Place: રાંચીમાં જન્નત જેવી છે ફરવા લાયક જગ્યાઓ, મન મોહી લેશે કુદરતી સૌદર્ય
Ranchi Famous Place: ઝારખંડની રાજધાની રાંચી પોતાની પ્રાકૃતિક સુંદરતા માટે ફેમસ છે. રાંચી શહેરનો લગભગ દરેક ખૂણો દર્શનીય સ્થળોથી ભરેલો પડ્યો છે. અહી6 જોવા માટે ઘણા ઝરણાં, મંદિરો અને સુંદર નજારા છે.
ઉનાળાના વેકેશનમાં તમે તમારા બાળકો સાથે બિરસા જૂલોઝિકલ પાર્ક ફરવાનો પ્લાન બનાવી શકો છો. આ પાર્કમાં તમને વાઘ, સિંહ અને હરણ સહિત વિવિધ પ્રાણીઓની પ્રજાતિઓ જોવાનો મોકો મળશે.
રાંચીના મોરાબાદીમાં સ્થિત ટાગોર હિલનું નામ મહાન કવિ રવીન્દ્રનાથ ટાગોરના નામ પરથી રાખવામાં આવ્યું છે, જેમણે પોતાનો ઘણો સમય અહીં વિતાવ્યો હોવાનું કહેવાય છે. તેઓ લગભગ 300 ફૂટની ઊંચાઈએ આવેલી આ ટેકરી પર એકાંત માણવા અને પુસ્તકો લખવા જતા હતા.
રાંચીથી 40 કિમી દૂર સ્થિત પતરાતૂ ઘાટી તેની હરિયાળી, મંત્રમુગ્ધ નજારો અને ઝાકળવાળા પર્વતો માટે પ્રખ્યાત છે. તમે પતરાતુ ડેમમાં બોટિંગનો આનંદ પણ લઈ શકો છો.
ગોંડા હિલના ખડકોમાંથી બનેલ રાંચીનું રોક ગાર્ડન તેના બેજોડ નજારાઓ માટે પ્રખ્યાત છે. વીકએન્ડમાં ફરવા માટે આ રાંચી શહેરનું શ્રેષ્ઠ સ્થળ છે. અહીં આવ્યા પછી, સૂર્યાસ્તની સુંદરતા જોવાનું ભૂલશો નહીં.
જો તમે રાંચી શહેરમાં પાણીની વચ્ચે સૂર્યાસ્તનો આનંદ માણવા માંગો છો, તો તેના માટે ધુરવા ડેમ શ્રેષ્ઠ સ્થળ છે. અહીં તમે પાણીની મજા માણી શકો છો અને પાણીમાં ઉતરીને સૂર્યાસ્તની મજા પણ માણી શકો છો.
રાંચી શહેરથી થોડે દૂર આવેલ પંચ ઘાઘ વોટરફોલ અહીંના લોકોનો પ્રિય ધોધ છે. આ ધોધ પિકનિક સ્પોટ તરીકે ખૂબ જ લોકપ્રિય છે. આ ધોધનું નામ પંચ ઘાઘ રાખવામાં આવ્યું કારણ કે અહીંથી પાંચ ધોધ એક સાથે પડતા જોઈ શકાય છે.
Trending Photos