Hindu Scriptures: બાંગ્લાદેશમાં આગામી વર્ષે ચૂંટણી થવાની છે. આ અગાઉ વિપક્ષી દળોએ શેખ હસીના સરકાર પર પ્રહાર કરવાના શરૂ કરી દીધા છે. ઉગ્રવાદી સંગઠન જમાત એ ઈસ્લામી અને બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટીએ હિન્દુ અલ્પસંખ્યકો પર હુમલો કરતા હાલની સરકાર પર નિશાન સાધ્યું છે. વાત જાણે એમ છે કે જમાત એ ઈસ્લામીના નુરુલ હક નૂર પાછળના દરવાજે વિપક્ષી પાર્ટીઓનું સમર્થન કરી રહ્યા છે અને ચૂંટણીમાં ભાગ લીધા વગર સરકારને ઉઘાડી ફેંકવાની વાતો કરી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જમાત એ ઈસ્લામીના કેટલાક સહયોગી સંગઠનોએ હસીનાના ધર્મ નિરપેક્ષ વલણ બદલ હિન્દુ અલ્પસંખ્યકો અને ભારત પર નિશાન સાધ્યું છે. બાંગ્લાદેશ ગોનો અધિકાર પરિષદના સંયુક્ત સંયોજક અને નુરુલ હક નૂરના ટોચના સહયોગી તારિક રહેમાને હિન્દુઓ પ્રત્યે ધૃણા ફેલાવતા એક ફેસબુક લાઈવમાં કહ્યું કે હિન્દુ ધર્મના ગ્રંથ કોઈ નૈતિક શિક્ષણ આપતા નથી. તમામ ગ્રંથ અશ્લીલ છે.


અહીં 'વરાળની જેમ ગાયબ' થઈ રહ્યા છે લોકો, કારણ જાણીને દંગ રહી જશો


વિશ્વના પાવરફુલ પાસપોર્ટનું રેન્કિંગ જાહેર, જાણો કેટલો મજબૂત છે ભારતનનો પાસપોર્ટ


ઉડતા પ્લેનમાં શર્ટલેસ મુસાફરે અન્ય મુસાફરને રોતા રોતા માર્યા મુક્કા, જુઓ Video


અત્રે જણાવવાનું કે શેખ હસીનાએ કહ્યું હતું કે તેમની સરકાર હિન્દુ અલ્પસંખ્યકોની સુરક્ષા અને તેમના હિત માટે પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું કે દેશમાં દુર્ગા પૂજા પર શાંતિપૂર્ણ સમારોહોનું આયોજન તેનું પ્રમાણ છે. 1971માં બાંગ્લાદેશના ઉદય સાથે જ હિન્દુ સમુદાયને નફરતની નજરથી જોવા અને તેમની સાથે મારપીટની ઘટનાઓ ઘટવા લાગી હતી. નોંધનીય છે કે જમાત એ ઈસ્લામી બાંગ્લાદેશનું કટ્ટરપંથી મુસ્લિમ સંગઠન છે. તે સતત અલ્પસંખ્યક હિન્દુઓ પર હુમલા કરતું આવ્યું છે. 


જુઓ લાઈવ ટીવી


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube