Johatsu: અહીં 'વરાળની જેમ ગાયબ' થઈ રહ્યા છે લોકો, કારણ જાણીને દંગ રહી જશો
Johatsu Tradition: ભારતમાં લોકો જીવનમાં પરેશાન થઈને મોટાભાગે હિમાલય કે પછી એવી જગ્યાએ જવાની વાત કરે છે જ્યાં કોઈ તેમને જાણતું ન હોય. જેથી કરીને તેઓ શાંતિથી લાઈફ જીવી શકે. પરંતુ શું તમને ખબર છે કે એક દેશ એવો પણ છે જે ભારતની આ થીમને દાયકાઓથી ફોલો કરી રહ્યો છે.
Trending Photos
Japan Johatsu Tradition: ભારતમાં લોકો જીવનમાં પરેશાન થઈને મોટાભાગે હિમાલય કે પછી એવી જગ્યાએ જવાની વાત કરે છે જ્યાં કોઈ તેમને જાણતું ન હોય. જેથી કરીને તેઓ શાંતિથી લાઈફ જીવી શકે. પરંતુ શું તમને ખબર છે કે એક દેશ એવો પણ છે જે ભારતની આ થીમને દાયકાઓથી ફોલો કરી રહ્યો છે. આ દેશનું નામ જાપાન છે. જ્યાં ઘર છોડીને ગાયબ થનારા લોકોને જોહાત્સુ કહે છે.
જોહાત્સુનો અર્થ
જાપાની ભાષામાં જોહાત્સુનો અર્થ હોય છે વરાળ બનીને ઉડી જવું. અહીં લોકો પરિવાર કે નોકરીથી કંટાળીને અચાનક ગાયબ થઈ જાય છે. જો કે આ લોકો પોતાના જીવનનો અંત નથી આણતા. તેઓ પોતાના જીવનને નુકસાન પહોંચાડવાની જગ્યાએ એક નવા જીવનની શરૂઆત કરે છે. આ કામ માટે હવે કેટલીક પ્રાઈવેટ કંપનીઓ મદદગાર બને છે જે એક નિર્ધારિત ફી લઈને લોકોને વરાળની જેમ ગાયબ થવામાં મદદ કરે છે.
પાછા નથી ફરતા
જોહાત્સુ એટલે કે એવા લોકો કે જે રોજબરોજની જેમ ઘરેથી નોકરીએ કે પછી પોતાની દુકાને જવા માટે નીકળ્યા હોય પછી કોઈ કારણસર તેઓ પાછા ફરતા નથી. આ રીતે ગાયબ થઈ જતા લોકોને જાપાનમાં જોહાત્સુ કહે છે. મોટાભાગના કેસોમાં જોવા મળ્યું છે કે જ્યારે પરિવારજનો ખુબ શોધે પરંતુ આમ છતાં કોઈ ભાળ ન મળે. લોકોના આમ અચાનક ગાયબ થવા પાછળનું કારણ પરિવારના લોકો, નોકરીનો તણાવ કે પછી ભારે દેવું હોય છે. આવી સ્થિતિઓમાં લોકો ગાયબ થવાનો નિર્ણય લઈ લે છે.
કારણ હંમેશા નેગેટિવ પણ નથી
આ કામને પ્રોફેશન બનાવતા લોકો કહે છે કે ગાયબ થવાનું કારણ હંમેશા નકારાત્મક હોતું નથી. અનેકવાર લોકો નવી નોકરી શરૂ કરવા કે પછી લગ્ન કરવા માટે આવું કરે છે. એક જાપાની વેબસાઈટમાં પ્રકાશિત અહેવાલ મુજબ જોહાત્સુ પર અનેક દાયકાઓ સુધી રિચર્સ કરનારા સમાજશાસ્ત્રી હિરોકી નાકામોરિકનું કહેવું છે કે આ શબ્દનો ઉપયોગ સૌથી પહેલા ગાયબ થનારા લોકો માટે 1960ના દાયકામાં થતો હતો.
જુઓ લાઈવ ટીવી
કેમ હિટ છે આ આઈડિયા?
જાપાની એક્સપર્ટ્સનું કહેવું છે કે તેમના દેશમાં તલાકના કેસોમાં કમીનું કારણ પણ જોહાત્સુ છે. કારણ કે અનેક લોકો અહીં તલાક લેવાની કાયદાકીય ઔપચારિકતા પૂરી કરવાની જગ્યાએ જોહાત્સુ થવું વધુ પસંદ કરે છે. આ કોન્સેપ્ટ સફળ થવાનું એક કારણ એ પણ છે કે જાપાનમાં પ્રાઈવસીને લઈને કડક કાયદા છે. અહીં પોલીસ ગૂમ વ્યક્તિને ત્યાં સુધી ન શોધી શકે જ્યાં સુધી તે કોઈ અપરાધ કે દુર્ઘટનામાં ફસાયેલો છે તેવી આશંકા ન હોય. આવામાં ગૂમ વ્યક્તિ પોતાના એટીએમમાંથી પૈસા પણ કાઢી શકે છે. પોતાના જીવનના અધૂરા તમામ કામ કરી શકે છે. જો કે જ્યારે કાયદો મદદ ન કરે ત્યારે ગૂમ વ્યક્તિ અંગે પરિવાર પ્રાઈવેટ જાસૂસોની મદદ લે છે. આથી અહીં ખાનગી ડિટેક્ટિવ એજન્સીઓની સંખ્યા પણ અન્ય દેશો કરતા વધુ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે