Bangladeshi Hindu Temple vandalized in Bangladesh: અફઘાનિસ્તાન-પાકિસ્તાનની સાથે બાંગ્લાદેશમાં પણ હિન્દુઓનું ઉત્પીડન ચાલુ છે. બાંગ્લાદેશમાં હવે એક સાથે 14 મંદિરોમાં તોડફોડનો મામલો સામે આવ્યો છે. આ ઘટના બાદ બાંગ્લાદેશમાં રહેતા હિન્દુઓ પોતાના જાનમાલને લઈને ટેન્શનમાં છે. તેમણે પોલીસને ઘટનાની તપાસ કરીને હિન્દુઓને સુરક્ષા આપવાની માંગણી કરી છે. પોલીસનું કહેવું છે કે આરોપીઓની ઓળખ થઈ રહી છે. એકવાર ઓળખ થયા બાદ તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શનિવારે મધરાતે 14 મંદિરોમાં તોડફોડ
રિપોર્ટ મુજબ બાંગ્લાદેશમાં હિન્દુ મંદિરોમાં તોડફોડની આ ઘટના બાંગ્લાદેશના પશ્ચિમોત્તર વિસ્તાર ઠાકુરગાંવના બલિયાડાંગીમાં ઘટી. ગામમાં રહેતા હિન્દુ સમુદાયના નેતા બિદ્યનાથ બર્મનના જણાવ્યાં મુજબ શનિવાર રાત અને રવિવારે વહેલી સવારના સમયમાં અજાણ્યા લોકોએ અંધારાનો ફાયદો ઉઠાવીને સુનિયોજિત રીતે મંદિરો પર હુમલા શરૂ  કર્યા. લાકડી અને ડંડા તથા અન્ય હથિયારો સાથે આવેલા ઉપદ્રવીઓએ 14 મંદિરોમાં તોડફોડ કરી. આ દરમિયાન અનેક મૂર્તિઓ ખંડિત કરી અને કેટલીય મૂર્તિ નજીકના તળાવમાં ફેંકી દીધી. 


હિન્દુઓમાં દહેશત
બર્મને કહ્યું કે મંદિરો પર હુમલો કરનારા કોણ હતા તેની ભાળ હજુ સુધી થઈ નથી. અંધેરું હોવાના કારણે કોઈ તેમને જોઈ શક્યું નહીં. આ ઘટના સામે ઘટ્યા બાદથી વિસ્તારમાં રહેતા હિન્દુઓ પોતાની સુરક્ષાને લઈને ચિંતિત છે અને પોલીસને કાર્યવાહીનો આગ્રહ કરી રહ્યા છે. 


2024ની સામાન્ય ચૂંટણીનો રસ્તો અમિત શાહ અને નરેન્દ્ર મોદી માટે નથી સરળ


42 વર્ષીય ભાણિયાના પ્રેમમાં પડી 60 વર્ષીય મામી, લગ્ન કરવા કર્યો આ કાંડ


BJP PM Candidate: પીએમ મોદી પછી કોણ હશે દેશના પ્રધાનમંત્રી, શું કહ્યું યોગીએ


સંઘ પરિષદના અધ્યક્ષ અને હિન્દુ નેતા સમર ચેટર્જીએ મંદિરોમાં તોડફોડની ઘટના પર દુ:ખ અને આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. ચેટર્જીએ કહ્યું કે હિન્દુઓ અને મુસ્લિમોની મિક્સ વસ્તી છે. અહીં મુસ્લિમો બહુસંખ્યક છે અને હિન્દુઓ સાથે તેમના સારા સંબંધ રહ્યા છે. બંને વચ્ચે ક્યારેય  કોઈ વિવાદ પણ નથી ત્યારે આવામાં આ ઘટના કોણે કરી તેના પર આશ્ચર્ય છે. તેમણે માંગણી કરી કે પોલીસ અસલ અપરાધીઓની ધરપકડ કરીને તેમના પર આકરી  કાર્યવાહી કરે. 


આરોપીઓની શોધમાં છે પોલીસ
મંદિરોમાં તોડફોડની સૂચના બાદ ઘટનાસ્થળે પહોંચેલા ઠાકુરગાવના પોલીસ ચીફ જ્હાંગીર હુસૈને કહ્યું કે તોડફોડની આઘટના શનિવારે મોડી રાતે ઘટી. પહેલી નજરમાં આ મામલો વિસ્તારની શાંતિ ભંગ કરવાનું ષડયંત્ર લાગે છે. આ અપરાધમાં સામેલ લોકોની ઓળખ થઈ રહી છે. જેવી તેમની ઓળખ થશે કે ત્યારબાદ તેમના વિરુદ્ધ કઠોર કાર્યવાહી કરાશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube