Hiroshima Day: માનવજાતના ઈતિહાસમાં સૌથી કાળો દિવસ એટલે 6 ઓગસ્ટ. આ એ દિવસ છે જ્યારે જાપાનના હિરોશિમા શહેર પર અમેરિકાએ પરમાણુ હુમલોકર્યો હતો. 6 ઓગસ્ટે હિરોશિમા તો નવની ઓગસ્ટે નાગાસાકી શહેર પર પરમાણું હુમલો કરવામાં આવ્યો હતો. આ એ દિવસ હતો જ્યારે વિજ્ઞાનના આતંકથી ધરતી કાંપી ઉઠી હતી. 77 વર્ષ પહેલા બનેલી ઘટનાની ટીસ આજ સુધી શમી નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ધબકતા શહેરોને ખંડેર બનાવી દેનાર અને 1 લાખ 40 હજારથી વધુ લોકોને જીવ લેનાર ઘટના આજથી 77 વર્ષ પહેલા બની હતી. સમય સવારનો આઠ વાગ્યાનો હતો અને જાપાનના હિરોશીમા શહેર પર અચાનક પરમાણુ બોમ્બથી હુમલો કરવામાં આવ્યો. આ બોમ્બના ધડાકા બાદ તાપમાન એટલું વધી ગયું કે અનેક લોકો બળીને ખાક થઈ ગયા. એક જ મિનિટમાં હિરોશિમા શહેરનો 80 ટકા ભાગ બળીને ખાસ થઈ ગયો.


આ દુનિયાનો પહેલો પરમાણુ હુમલો હતો. તબાહી આટલેથી જ નહોતી અટકી. જે લોકો બચી ગયા હતા એમાંથી હજારો લોકો પરમાણુ વિકિરણ સાથે જોડાયેલી બીમારીઓથી માર્યા ગયા. એક અભ્યાસમાં સામે આવ્યું હતું કે બોમ્બના કારણે 29 કિમી વિસ્તારમાં કાળો વરસાદ થયો. જેનાથી મોત વધી અને આ કાળા વરસાદે પોતાના સંપર્કમાં આવનાર તમામ વસ્તુઓને દૂષિત કરી દીધી.


20 હજાર ટનની ક્ષમતા વાળા આ બોમ્બનું નામ લિટલ બૉય હતું. હિરોશિમા પર કરવામાં આવેલા આ હુમલાનું મુખ્ય ઉદે્શ્ય અમેરિકાના નૌસૈનિક બેઝ પર્લ હાર્બર પર થયેલા હુમલાનો બદલો લેવાનું હતું. જે બાદ જ બીજા વિશ્વ યુદ્ધની જાહેરાત થઈ હતી. આના ઠીક ત્રણ દિવસ બાદ 9 ઓગસ્ટે જાપાનના જ શહેર નાગાસાકી પર પરમાણુ હુમલો કરવામાં આવ્યો હતો.