નવી દિલ્હીઃ દરેક બીજો-ત્રીજો વ્યક્તિ એવું ઈચ્છે છે કે એવું થઈ જાય કોઈ કામ ન કરવું પડે અને બેન્કમાં પૈસા પણ આવી જાય લાખો રૂપિયા. દરેક દિવસ રવિવાર જેવો ગોય. પરંતુ આ ખાલી વાતો છે. વાસ્તવમાં આવું થઈ શકે. પરંતુ જર્મનીની એક યુનિવર્સિટીએ ઓફર આપી છે. અહીં કંઈ કામ કરવાનું નથી... ઉપરથી મળશે 1.41 લાખ રૂપિયા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1600 યૂરો આપશે યુનિવર્સિટી
'ધ ગાર્ડિયન'ના રિપોર્ટ પ્રમાણે જર્મનીના હેમબર્ગની યુનિવર્સિટી ઓફ ફાઇન આર્ટ્સ 'idleness Grant' ઓફર આપવાનો પ્લાન બનાવી રહી છે. આ હેઠળ યુનિવર્સિટીમાં કોઈ કામ વગર બેસવા માટે અરજીકર્તાને 1600 યૂરો આપશે. ભારતીય રૂપિયામાં આશરે 1.41 લાખ થાય છે. 


કંઇ ન કરવાના મળશે રૂપિયા
યુનિવર્સિટીના એપ્લીકેશન ફોર્મમાં કેટલાક સવાલ પૂછવામાં આવશે. જેમ કે... શું તમે શું કરવા ઈચ્છતા નથી, તમે કેટલા સમય સુધી કોઈ કામ કરવા ઈચ્છતા નથી. તમને જણાવી દઈએ કે આ એક પ્રકારનું રિસર્ચ છે. જેને ડિઝાઇન થિયરિસ્ટ ફ્રેડરિક વોન બોરિસે તૈયાર કરી છે. આ કોન્સેપ્ટ તેમનો છે. ફ્રેડરિકનું કહેવું છે કે, તેમનો ઉદ્દેશ્ય તે સમજવાનો છે કે ક્યા પ્રકારે સ્થિરતા અને ઉચ્ચ પ્રશંસા એક સાથે હાજર રહી શકે છે. 


પેરૂઃ લૉકડાઉન વચ્ચે નાઇટ ક્લબમાં પોલીસના દરોડા, ભાગદોડમાં 13 લોકોના મોત  


શું સમજવા ઈચ્છે છે તે?
ફ્રેડરિક કહે છે, અમે સક્રિયતા-નિષ્ક્રિયતા પર ફોકસ કરવા ઈચ્છીએ છીએ. જો તમે કહો છે કે અમે એક સપ્તાહ સુધી અમારી જગ્યાએથી હટીશું નહીં. તો તે ખાસ વાત હશે. જો તમે ન ખસો અને ન વિચારો તો તે શાનદાર હશે. યુનિવર્સિટીએ કહ્યું કે, આ પ્રોજેક્ટ માટે 15 સપ્ટેમ્બર સુધી એપ્લીકેશન કરી શકાય છે. જાન્યુઆરી 2021 સુધી ક્વોલિફાઇ કરવાનું છે, તેને આ રકમ ચુકવવામાં આવશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર