Viral News: બેડરૂમમાંથી આવતો હતો સાપનો અવાજ, સત્ય સામે આવ્યું તો મહિલા શરમથી લાલચોળ
સાપનો અવાજ સાંભળતા જ ભલભલાના હાજા ગગડી જાય છે. આવામાં વિચારો કે જો અચાનક તમારા બેડરૂમમાંથી સાપનો અવાજ આવે તો શું હાલત થાય? આવું જ કઈક સિંગાપુરમાં એક મહિલા સાથે થયું. મહિલાને બેડરૂમમાંથી સાપનો અવાજ સંભળાયો અને તેને આંખે અંધારા આવી ગયા.
સાપનો અવાજ સાંભળતા જ ભલભલાના હાજા ગગડી જાય છે. આવામાં વિચારો કે જો અચાનક તમારા બેડરૂમમાંથી સાપનો અવાજ આવે તો શું હાલત થાય? આવું જ કઈક સિંગાપુરમાં એક મહિલા સાથે થયું. મહિલાને બેડરૂમમાંથી સાપનો અવાજ સંભળાયો અને તેને આંખે અંધારા આવી ગયા. તે એટલી ગભરાઈ ગઈ કે તેણે તરત જ રેસ્ક્યૂ ટીમ બોલાવી લીધી હતી. આ ઘટના થોડા સમય પહેલાની છે જે તે સમયે સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ હતી. જાણો શું હતી હકિકત.
વાત જાણે એમ છે કે સિંગાપુરમાં એક મહિલાને તેના બેડરૂમમાં કોબ્રા સાપનો અવાજ સંભળાયો હતો. અફરાતફરીમાં તેણે રેસ્ક્યૂ ટીમને ફોન કરી લીધો. જ્યારે રેસ્ક્યૂ ટીમ સાપ પકડવા માટે પહોંચી તો મામલો કઈક બીજો નીકળ્યો. તે સમયે npr.org ના એક રિપોર્ટ મુજબ મહિલાનો ફોન આવ્યા બાદ રેસ્ક્યૂ ટીમ ઘટનાસ્થળે પહોંચી અને કોબ્રાને શોધવા લાગી. ત્યારે તેમને ખબર પડી કે આ તો કોઈ કોબ્રાનો અવાજ નથી પરંતુ એક એવી વસ્તુ હતી જે મહિલા રોજ સવારે ઉઠીને ઉપયોગમાં લેતી હતી. સત્ય સામે આવતા જ મહિલા શરમથી પાણી પાણી થઈ ગઈ.
ગણ્યા ગાંઠ્યા કપડાં પહેરીને કીચડમાં આળોટવા લાગ્યું કપલ, આ Photos એ મચાવી ધમાલ
આ છે દુનિયાનો સૌથી ઝેરીલો સાપ, મિનિટોમાં નાખી દેશે મોતના મુખમાં
'ગર્લફ્રેન્ડ ઓન રેન્ટ'નો ધંધો, પત્ની પણ મળી રહે છે ભાડેથી, શું તમારે જોઈએ છે?
હકીકતમાં જે અવાજને મહિલાએ કોબ્રાનો અવાજ સમજી લીધો હતો તે તેના ટૂથબ્રશનો અવાજ હતો. મહિલા પાસે એક ઈલેક્ટ્રિક ટૂથબ્રશ હતું. જેમાં પાણી જવાના કારણે તેમાંથી આવો સાપ જેવો અવાજ આવતો હતો. રેસ્ક્યૂ ટીમને મહિલાના બેડરૂમમાંથી ઓરલ બીનું એક ઈલેક્ટ્રિક બ્રશ મળ્યું. બ્રશનને ઓન અને ઓફ કર્યું તો જાણવા મળ્યું કે આ કોઈ ઝેરીલા કોબ્રાનો અવાજ નહીં પરંતુ ટૂથબ્રશનો અવાજ છે.
ઈલેક્ટ્રિક ટૂથબ્રશની બેટરીવાળા ભાગમાં પાણી ગયું હતું. જેવું મહિલાને આ બધી વાતો ખબર પડી કે તે શરમથી લાલચોળ થઈ ગઈ. તેણે રેસ્ક્યૂ ટીમ પાસે માફી માંગી. અત્રે જણાવવાનું કે આ મામલો ઓગસ્ટ મહિનાનો છે પરંતુ હાલ સોશિયલ મીડિયા પર ખુબ ચર્ચાનો વિષય બન્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube