ભારતના 6 દુશ્મનોનું હિટ લિસ્ટ થઈ ગયું છે તૈયાર, ગણાઈ રહી છે તેમના મોતની ઘડી
હિન્દુસ્તાનની તાકાત જોઈને પાકિસ્તાન (Pakistan) અને ત્યાંના અડ્ડા પર છુપાયેલા આતંકી ખૌફના પડછાયામાં જીવવામાં મજબૂર છે. હિન્દુસ્તાને ખુલ્લમ ખુલ્લુ એલાન કરી દીધું છે કે, હવે દુનિયાથી આતંકવાદને નાબૂદ કરવાનો સમય આવી ચૂક્યો છે. CDS બિપીન રાવતે પણ આતંકવાદીઓ (Terrorists) ના પેટમાં તેલ રેડાય તેવી વાત કહી છે. આવામાં તમામ આતંકવાદીઓને મોતના ઘાટ ઉતારવાનો માસ્ટર પ્લાન તૈયાર છે.
નવી દિલ્હી :હિન્દુસ્તાનની તાકાત જોઈને પાકિસ્તાન (Pakistan) અને ત્યાંના અડ્ડા પર છુપાયેલા આતંકી ખૌફના પડછાયામાં જીવવામાં મજબૂર છે. હિન્દુસ્તાને ખુલ્લમ ખુલ્લુ એલાન કરી દીધું છે કે, હવે દુનિયાથી આતંકવાદને નાબૂદ કરવાનો સમય આવી ચૂક્યો છે. CDS બિપીન રાવતે પણ આતંકવાદીઓ (Terrorists) ના પેટમાં તેલ રેડાય તેવી વાત કહી છે. આવામાં તમામ આતંકવાદીઓને મોતના ઘાટ ઉતારવાનો માસ્ટર પ્લાન તૈયાર છે.
IND vs AUS: આજે રાજકોટમાં ઈન્ડિયા-ઓસ્ટ્રેલિયા વચ્ચે સીધી જંગ, શું મુંબઈની હારનો બદલો લેશે ટીમ ઈન્ડિયા?
પાકિસ્તાનમાં છુપાયેલ બગદાદીઓનો અંત થશે
લાહૌર એટલે કે જ્યાં લશ્કર આતંકી હાફીઝ સૈયદ બિલમાં છુપાયેલો છે. બહાવલપુર એ જગ્યા છે જ્યાં પાકિસ્તાને જૈશ-એ-મોહંમદના આતંકી મસૂદ અઝહરને છુપાવી રાખ્યો છે. હિન્દુસ્તાન હવે પાકિસ્તાનમાં છુપાયેલ બગદાદીઓનો અંત કરવા જઈ રહ્યું છે.
બગદાદી નંબર-1 હાફીસ સઈદ
મુંબઈ 26/11 નો ગુનેગાર હાફીસ સઈદ સમજી લે કે, તેનો અંત હવે બહુ દૂર નથી. પાકિસ્તાનનો સૌથી મોટો બગદાદી હાફીસ સઈદ છે. મુંબઈ હુમલાનો ગુનેગાર અને આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાનો વડો જે લાહોરમાં બેસ્યો છે. જેને પાકિસ્તાની સતત બચાવતી રહે છે.
દેશની બીજી તેજસ એક્સપ્રેસ આજથી અમદાવાદના પાટ પર દોડશે, રેલવે મંત્રી બતાવશે લીલીઝંડી
બગદાદી નંબર-2 મસૂદ અઝહર
પાકિસ્તાનનો બીજો સૌથી મોટો બગદાદી મસૂદ અઝહર છે. જે પઠાણકોટ અને પુલવામા જેવા આતંકી હુમલાનો માસ્ટરમાઈન્ડ છે અને જૈશ-એ-મોહંમદનો વડો છે. તેનુ ભરણપોષણ પણ પાકિસ્તાનમાં જ થાય છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે ભલે મસૂદ અઝહરને ગ્લોબલ ટેરરિસ્ટ જાહેર કર્યો છે, પરંતુ પાકિસ્તાને અત્યાર સુધી આ આતંકી પર કોઈ કાર્યવાહી કરી નથી. પુલવામા હુમલાનો ગુનેગાર મસૂદ અઝહર હજી પણ ગભરાયેલો છે, કે તેનો હાલ પણ બગદાદી જેવો ન થાય.
બગદાદી નંબર-3 દાઉદ ઈબ્રાહીમ
વર્ષ 1993માં દેશની આર્થિક રાજધાની મુંબઈમાં થયેલા બોમ્બ બ્લાસ્ટનો મુખ્ય આરોપી અને આતંકનો પર્યાય ગણાતા અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમને બગદાદી નંબર 3 તરીકે જોવામા આવે છે. ગત એક દિવસ પહેલા જ પાકિસ્તાનમાં દાઉદના રહેણાંક વિસ્તારની માહિતી મળી હતી. આવામાં જલ્દી જ ખૂંખાર આતંકી દાઉદને પણ મોતના ઘાટ ઉતારાશે.
2020ની શરૂઆતમાં જ ISROએ સર્જયો રેકોર્ડ, તાકાતવાર ઉપગ્રહ GSAT-30 કર્યો લોન્ચ
બગદાદી નંબર-4 સૈયદ સલાહુદ્દીન
સૈયદ સલાહુદ્દીન આતંકી સંગઠન હિજબુલ મુજાહિદ્દીનનો વડો છે. જે પાકિસ્તાનમાં બેસીને કાશ્મીરની ઘાટીમાં પોતાના ઓપરેશનને અંજામ આપે છે. પાકિસ્તાનનો આ આતંકી કાશ્મીરમાં અમન અને શાંતિ બગાડવા માટે પહેલા જવાબદાર છે. હિજબુલના ચીફ અને કાશ્મીરમાં આતંક ફેલાવવામાં પાકિસ્તાનનો મદદગાર સલાહુદ્દીન પણ સાંભળી લે કે તે હવે વધુ દિવસનો મહેમાન નથી.
બગદાદી નંબર-5 ઝકીઉર રહેમાન લખવી
પાકિસ્તાનના ચોથા નંબરનો બગદાદી ઝકીઉર રહેમાન લખવી છે. મુંબઈ હુમલાનો માસ્ટરમાઈન્ડ આતંકી સંગઠન લશ્કરનો ટોપ કમાન્ડર છે. તેને પાકિસ્તાન સરકારનું રક્ષણ પણ મળ્યું છે. મુંબઈના 26/11 હુમલાનો માસ્ટર માઈન્ડ લખવી પણ ઈન્ડિયન આર્મીના ટાર્ગેટ પર છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...