2020ની શરૂઆતમાં જ ISROએ સર્જયો રેકોર્ડ, તાકાતવાર ઉપગ્રહ GSAT-30 કર્યો લોન્ચ

ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠને (ISRO) મોટી સફળતા મેળવતા તાકાતવર સંચાર ઉપગ્રહ જીસેટ-30 (GSAT-30) ને સફળતાપૂર્વક લોન્ચ કર્યો છે. ઈસરોનું GSAT-30 યુરોપિયન હેવી રોકેટ એરિયન-5 (Ariane-5)  દ્વારા શુક્રવારે વહેલી સવારે 2.35 મિનીટ પર છોડવામાં આવ્યું, જે જિયોસિંક્રોનસ ટ્રાન્સફર ઓર્બિટમાં સફળતાપૂર્વક લોન્ચ થયો. આ રીતે ભારતે આ વર્ષે એટલે 2020ના પહેલા મિશનને સફળતાની સાથે પૂરું કર્યું. આ ઉપગ્રહ ભારતની ટેલિકમ્યુનિકેશન સેવાઓને વધુ સારી બનાવવામાં મદદ કરશે. જીસેટ-30 સંચાર ઉપગ્રહ ઈનસેટ-4એની જગ્યા લેશે. જેને વર્ષ 2005માં લોન્ચ કરવામાં આવ્યો હતો.
2020ની શરૂઆતમાં જ ISROએ સર્જયો રેકોર્ડ, તાકાતવાર ઉપગ્રહ GSAT-30 કર્યો લોન્ચ

નવી દિલ્હી :ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠને (ISRO) મોટી સફળતા મેળવતા તાકાતવર સંચાર ઉપગ્રહ જીસેટ-30 (GSAT-30) ને સફળતાપૂર્વક લોન્ચ કર્યો છે. ઈસરોનું GSAT-30 યુરોપિયન હેવી રોકેટ એરિયન-5 (Ariane-5)  દ્વારા શુક્રવારે વહેલી સવારે 2.35 મિનીટ પર છોડવામાં આવ્યું, જે જિયોસિંક્રોનસ ટ્રાન્સફર ઓર્બિટમાં સફળતાપૂર્વક લોન્ચ થયો. આ રીતે ભારતે આ વર્ષે એટલે 2020ના પહેલા મિશનને સફળતાની સાથે પૂરું કર્યું. આ ઉપગ્રહ ભારતની ટેલિકમ્યુનિકેશન સેવાઓને વધુ સારી બનાવવામાં મદદ કરશે. જીસેટ-30 સંચાર ઉપગ્રહ ઈનસેટ-4એની જગ્યા લેશે. જેને વર્ષ 2005માં લોન્ચ કરવામાં આવ્યો હતો.

હકીકતમાં GSAT-30 ઈસરો દ્વારા ડિઝાઈન કરવામાં આવ્યો છે અને બનાવવામાં આવ્યો છે. તે એક દૂરસંચાર ઉપગ્રહ છે. જે એક ઈનસેટ સેટેલાઈટની જગ્યાએ કામ કરશે. તેનાથી રાજ્ય-સંચાલિત અને અંગત સેવા આપનારને સંચાર લિંક
આપવાની ક્ષમતામાં વધારો થશે. 

આ ઉપગ્રહનું વજન અંદાજે 3100 કિલોગ્રામ છે. લોન્ચિંગ બાદ 15 વર્ષો સુધી તે કામ કરતું રહેશે. તેમાં બે સોલાર પેનલ અને બેટરી છે, જેનાથી તેને ઉર્જા મળશે. 

જીસેટ-30ની ખાસિયત...

  • GSAT-30ની કવરેજ ક્ષમતા ઈનસેટ-4એ કરતા વધુ છે.
  • આ ઉપગ્રહ કેયુ બેન્ડમાં ભારતીય મુખ્ય વિસ્તાર અને ટાપુઓને, સી બેન્ડમાં ખાડી દેશો, એશિયાઈ દેશો અને ઓસ્ટ્રેલિયાને કવર કરશે.
  • તેનો ઉપયોગ વ્યાપક રૂપથી વીસેટ નેટવર્ક, ટેલિવિઝન અપકિલિંગ, ટેલિપોર્ટ સેવા, ડિજીટલ સેટેલાઈટ ખબર સંગ્રહણ, ડીટીએચ ટેલિવિઝન વગેરે સેવાઓ માટે કરવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news