EXCLUSIVE: પાકિસ્તાનમાં સૈયદ સલાહુદ્દીન પર ISI દ્વારા જ કરાવાયો હુમલો, સ્થિતી ગંભીર
પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદ (Islamabad) હિઝબુલનો વડો સૈયદ સલાહુદ્દીન (Syed Sallauddin) પર જીવલેણ હુમલો થયો છે. મળતી માહિતી અનુસાર સલાહુદ્દીન ગંભીર રીતે ઘાયલ થયો છે. હુમલો 25 મેના રોજ સવારે 11 વાગ્યે તયો હતો. પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI પર હુમલાનુ ષડયંત્ર રચવાની આશંકા છે. મળતી માહિતી અનુસાર લાંબા સમયથી ISI અને સલાહુદ્દીન વચ્ચે ખટરાગ ચાલી રહ્યો હતો. જેના કારણે ISI દ્વારા આ હૂમલો કરાવવામાં આવ્યો હોય તેવી પુરી શક્યતાઓ છે.
ઇસ્લામાબાદ : પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદ (Islamabad) હિઝબુલનો વડો સૈયદ સલાહુદ્દીન (Syed Sallauddin) પર જીવલેણ હુમલો થયો છે. મળતી માહિતી અનુસાર સલાહુદ્દીન ગંભીર રીતે ઘાયલ થયો છે. હુમલો 25 મેના રોજ સવારે 11 વાગ્યે તયો હતો. પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI પર હુમલાનુ ષડયંત્ર રચવાની આશંકા છે. મળતી માહિતી અનુસાર લાંબા સમયથી ISI અને સલાહુદ્દીન વચ્ચે ખટરાગ ચાલી રહ્યો હતો. જેના કારણે ISI દ્વારા આ હૂમલો કરાવવામાં આવ્યો હોય તેવી પુરી શક્યતાઓ છે.
Hydroxychloroquine દવાની ટ્રમ્પ પર શું અસર થઈ? વ્હાઈટ હાઉસે આપ્યો જવાબ
હાલ સલાઉદ્દીનનાં સ્વાસ્થય અંગે વધારે માહિતી નથી. સુત્રોનું માનવું છે કે, આ હુમલાનું સીધુ કનેક્શન ISI અને સલાઉદ્દીન વચ્ચે ચાલી રહેલા ગતિરોધ સાથે છે. સુત્રો અનુસાર હાલનાં દિવસોમાં હિઝબુલ મુજાહિદ્દીનને આઇએસઆઇનું સમર્થન નહી મળવાનાં કારણે સલાઉદ્દીન નાખુશ હતો. હિજબુલના આતંકવાદીઓની ટ્રેનિંગ અને હથિયાર નહી મળી રહ્યા હોવાનાં અહેવાલો પણ સામે આવ્યા હતા. સુત્રોનું પણ માનવું છે કે, સલાઉદ્દીન 6 મેના રોજ દક્ષિણ કાશ્મીરનાં પુલવામાં હિજબુલ કમાન્ડર રિયાઝ નાઇકુની હત્યાથી દુખી હતો. પાકિસ્તાની એજન્સીઓથી નાખુશ હતો.
Hydroxychloroquine પર જંગ! ભારત બાદ આ દેશે WHOને દવા પર પ્રતિબંધ મૂકવાની ચોખ્ખી ના પાડી દીધી
કોણ છે સૈયદ સલાહુદ્દીન...
- આતંકવાદી સંગઠન હિજ્બુલ મુજાહિદ્દીનનો ચીફ
- યુનાઇટેડ જિહાદ કાઉન્સિલનો ચેરમેન પણ છે.
- 18 ફેબ્રુઆરી 1946ના રોજ જમ્મુ કાશ્મીરનાં બડગામમાં જન્મ
- કોલેજનો અભ્યાસ કર્યા બાદ આતંકવાદ તરફ વળ્યો
- કાશ્મીર છોડીને સલાહુદ્દીને પાકિસ્તાનને બેઝ બનાવ્યો
- પઠાણકોટ એરબેઝ હુમલામાં સલાહુદ્દીનનો હાથ હતો
- અમેરિકાએ સલાહુદ્દીનને વૈશ્વિક આતંકવાદી જાહેર કર્યો છે
સમાચારો અનુસાર હાલમાં જ PoK માં હિજબુલના આતંકવાદીઓ સાથેની વાતચીત દરમિયાન સલાઉદ્દીને ISIની ટિકા કરી હતી. PoK માં સુત્રોનું માનવું છે કે, ISI સલાઉદ્દીનને સબસ શિખવવા માટે અને બીજા આતંકવાદીઓને ડરાવવા માટે તેના પર હૂમલાની યોજના બનાવી હોઇ શકે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube