Honeymoon માટે પ્લાન કરી રહ્યાં છો? તો તમને આનાથી સારું સ્થળ નહીં મળે
આ છે ફાંસમાં આવેલો બોરા-બોરા આયર્લેન્ડ. કે જ્યાં તમારા સ્પેશિયલ લવ વન સાથે માળેલી પળો તમારા માટે જીવનની અવિસ્મરણીય ક્ષણો બની જાય છે.
ઝી બ્યૂરો, અમદાવાદઃ જો તમે કોઈને કહો કે તમારે ફરવા જવાનું છે, તો તે તમને દુનિયાભરની જગ્યાઓનું સૂચન કરશે. પરંતુ શું તમે ક્યારેય દુનિયાના એવા આયર્લેન્ડનું નામ સાંભળ્યુ છે, જેની ઓળખ જ રોમેન્ટિક આયર્લેન્ડ તરીકેની છે. આ છે ફાંસમાં આવેલો બોરા-બોરા આયર્લેન્ડ. કે જ્યાં તમારા સ્પેશિયલ લવ વન સાથે માળેલી પળો તમારા માટે જીવનની અવિસ્મરણીય ક્ષણો બની જાય છે.
રોમેન્ટિક આયર્લેન્ડ
દક્ષિણી પ્રશાંત મહાસાગરમાં આવેલો એક ફ્રાંસીસી આયર્લેન્ડ છે બોરા-બોરા. લૈગૂન અને બૈરિયર રીફથી ઘેરાયેલો બોરા-બોરા આયર્લેન્ડ દુનિયાના રોમેન્ટિક ડિસ્ટિનેશન પૈકીનો એક છે. આ આયર્લેન્ડ કપલ માટે ખાસ કરીને પ્યાર, ઈઝહારની સુંદર પળ માણવા માટે અને હનીમૂન માટે ઓળખાય છે. સુમસાન બીચથી માંડીને લૈગૂન સુધીના તમામ સ્પોટ્સ તમારા રોમેન્સમાં ચાર ચાંદ લગાવી દેશે. અહીંથી 19 કિલોમીટર દૂર કોરાલ રીફથી બનેલો એક દ્વીપ છે, જે હાર્ટ શેપમાં છે. જેના કારણે આ આયર્લેન્ડને રોમેન્ટિક આયર્લેન્ડનાં નામથી પણ ઓળખવામાં આવે છે.
કેવી રીતે આયર્લેન્ડ અસ્તિત્વમાં આવ્યો
અંદાજે 40 લાખ વર્ષ પહેલા જ્વાળામુખી ફાટવાના કારણે આ આયર્લેન્ડ અસ્તિત્વમાં આવ્યો. એક સમયે બોરા-બોરા આયર્લેન્ડ ખૂબ જ સુમસાન રહેતો હતો. અહીં ટોંગન આઈલેન્ડથી આવેલા લોકોએ વસવાટ શરૂ કરતાં બોરા-બોરા પર માનવ મહેરામણ છલકાતુ થયું. એવુ પણ કહેવામાં આવે છે કે, જ્વાળામુખી ફાટ્યા બાદ આ દ્વીપ પર આવવાવાળા ટોંગન પ્રજાતિના લોકો પહેલા હતા.
પહેલાંના જમાનામાં રાજાઓ ખરા અર્થમાં હતા 'રાતના રાજા' જાણો કેવી રીતે 100-100 રાણીને આપતા હતા 'સુખ'
આયર્લેન્ડની અંદર પણ છે અનેક સુંદર બીચ
બોરા-બોરા આયર્લેન્ડ પર 100થી પણ વધુ સુંદર બીચ આવેલા છે. મૈતિરા બીચને વર્લ્ડનાં સુંદર ટોપ-10 બીચમાં સ્થાન પણ મળ્યુ છે. જો તમે આયર્લેન્ડની આસપાસ હરવા-ફરવા માગો છો તો સૌથી ઓછી ભીડવાળો અને સુંદર આયર્લેન્ડ છે નેવિસ. ગ્રીન અને બ્લૂ ઓશિયન તથા ખાલી બીચ એક રોમેન્ટિક ગેટવે માટે પરફેક્ટ છે. બોરા-બોરામાં લોકલ બીચ પણ રિલેક્સેશન માટે પર્ફેક્ટ છે. અહીં જૂના શુગર પ્લાન્ટેશનને કન્વર્ટ કરીને કૈરેક્ટર હોટલ બનાવવામાં આવી છે. અહીં તમે ડાઈવિંગ અને નેવિસ પીક હાઈક કરી શકો છો. 36 સ્ક્વેર માઈલ્સમાં આવેલા પાઈન્સ બીચ પર તમે કારથી પણ ફરવાની મજા માણી શકો છો.
ફૂલોમાં છુપાયેલો છે રસપ્રદ કોડ
બોરા-બોરા આયર્લેન્ડ પર ફૂલ સાથે જોડાયેલી એક વાત સમજી લેવી જરૂરી છે. જો કોઈ મહિલાએ તેના ડાબા કાન પર ફૂલ લગાવેલુ છે, તો તેનો અર્થ અમ થાય છે તે, તે કોઈની સાથે રિલેશનશિપમાં છે. જો ફૂલ જમણા કાનમાં લગાવેલુ છે, તો સમજી લેવુ કે તે મહિલા હજુ સિંગલ છે અને તમે તેને અપ્રોચ કરી શકો છો.
મનોરંજન અને કાર્યક્રમો
બોરા-બોરાના બીચ પર ફરવા માટેનો બેસ્ટ ટાઈમ ડિસેમ્બરથી એપ્રિલ સુધીનો હોય છે. તમે અહીં માણેલી એક્ટિવિટી જીવનભરનું એક યાદગાર સંભારણુ બની જાય છે. બોરા-બોરા આયર્લેન્ડ પર તમે સ્નોર્કલિંગ, ડાઈવિંગ, જેટ સ્કિંગ અને સ્વિમિંગની મદદથી લૈગૂનની ઊંડાઈ સુધી પહોંચી શકો છો. તમે આયર્લેન્ડનાં અલગ-અલગ જંગલો અને દ્વીપોની પણ સહેલ કરી શકો છો.