VIDEO યુવકે એફબી લાઈવ કરીને બિલ્ડિંગ પરથી કર્યો ચલણી નોટોનો વરસાદ
પૈસા પાણીની જેમ વહાવવાની વાતો તો અનેકવાર સાંભળી છે પરંતુ હોંગકોંગમાં એક યુવકે હવામાં પૈસા એવી રીતે ઉડાવ્યાં કે ચકચાર મચી ગઈ.
નવી દિલ્હી: પૈસા પાણીની જેમ વહાવવાની વાતો તો અનેકવાર સાંભળી છે પરંતુ હોંગકોંગમાં એક યુવકે હવામાં પૈસા એવી રીતે ઉડાવ્યાં કે ચકચાર મચી ગઈ. 3 કરોડની કાર લઈને પોતાના મિત્રના ઘરે ગયો અને તેના બિલ્ડિંગના ટોપ ફ્લોર પર પહોંચી ગયો. ત્યારબાદ ખુબ જ ટ્રાફિકવાળા રસ્તા તરફ 2 લાખ હોંગકોંગ ડોલર એટલે કે 18 લાખ રૂપિયા ઉડાવી દીધા. લાંબા સમય સુધી તેણે નોટો ઉડાવવાનું કામ ચાલુ રાખ્યું. રસ્તા પર અફડાતફડી મચી ગઈ. લોકો નોટો લૂંટવા માટે ભેગ થઈ ગયાં. પોલીસે જો કે આ નોટો ઉડાવનાર યુવકની ધરપકડ કરી લીધી.
હોંગકોંગમાં વોંગ ચિંગ કિટ નામના આ 24 વર્ષના યુવકે જે કર્યું તેની દુનિયામાં ચારેબાજુ ચર્ચા થઈ રહી છે. કરોડપતિ વોંગ તેના મિત્રના ઘરે પહોંચ્યો. ત્યાં તે ટેરેસ પર ગયો અને નોટો ઉડાવવાનું શરૂ કર્યું. લગભગ 35 મિનિટ સુધી તેણે 20 હજાર પાઉન્ડ એટલે કે 18 લાખ રૂપિયા હવામાં ઉડાવ્યાં. જે બિલ્ડિંગથી તેણે નોટો ઉડાવી તેની સામે જ ભીડભાડવાળો રસ્તો છે. નોટો ઉડતી જોઈને ટ્રાફિક જામ થઈ ગયો. લોકો નોટો ભેગી કરવા માટે તૂટી પડ્યાં.
OMG! બ્રિટનમાં આ પોપટે કર્યું એવું કામ, જોઈને લોકો ચક્કર ખાઈ ગયા
ડેઈલી મેઈલના એક અહેવાલ મુજબ વોંગના આ કારનામા બાદ જ્યારે પોલીસ પહોંચી તો તે યુવકની ધરપકડ કરી લેવામાં આવી. મીડિયા રિપોર્ટ્સ મુજબ યુવક કરોડપતિ છે. તે બિટકોઈન ઈન્વેસ્ટર છે. તેણે ખુબ જ પૈસો કમાયો. પોલીસ કસ્ટડીમાં યુવકે આ રીતે નોટો કેમ ઉડાવી તેનો ખુલાસો પણ કર્યો. તેણે જણાવ્યું કે તેને સપનું આવ્યું કે તે ગરીબોની મદદ કરે. ત્યારબાદ તેણે નોટો ઉડાવવાનું નક્કી કર્યું. જેથી કરીને ગરીબોની મદદ કરી શકાય. યુવકનું કહેવું છે કે આ રીતે કરન્સી નોટ ઉડાવીને તે ગરીબોનો હીરો બનવા માંગતો હતો. તે ઈચ્છતો હતો કે ગરીબોને મદદ મળે. આથી તેણે કરન્સી ઉડાવી. જેને જરૂર હતી તેઓ કરન્સી લઈ પણ ગયાં.
વોંગે કરન્સી ઉડાવતા પહેલા ફેસબુક લાઈવ પણ કર્યું હતું. કરન્સી ઉડાવવા દરમિયાન તેણે ફેસબુક લાઈવ કર્યું. ત્યાં હાજર અનેક લોકોએ પણ આ ઘટનાનો વીડિયો બનાવી લીધો. જે સોશિયલ મીડિયામાં હાલ વાઈરલ થઈ રહ્યો છે. એશિયા ક્રિપ્ટો ટુડેના જણાવ્યાં મુજબ આ રીતે નોટો ઉડાવવા પાછળ કોઈ સારું કારણ નથી પરંતુ આ માત્ર પબ્લિસિટી સ્ટંટ જ છે. યુવક હોંગકોંગમાં ક્રિપ્ટો કરન્સીના વેપારમાં મોટું નામ છે.