બગાસુ ખાતા આ શું થઈ ગયું? મોઢું ખોલ્યા બાદ બંધ જ ન થયું, ડોક્ટરે જણાવ્યું આમ થવાનું કારણ, Video
Watch Video: એક છોકરી સાથે એવી ઘટના ઘટી જે અંગે બધાએ જાણવા જેવું છે. કારણ કે છોકરી સાથે જે થયું તેની તમે કલ્પના પણ ન કરી શકો. આ છોકરીએ બગાસુ ખાવા માટે મોઢું ખોલ્યું અને પછી તે બંધ જ ન થયું. હોસ્પિટલ પહોંચવું પડ્યું.
એક છોકરી સાથે એવી ઘટના ઘટી જે અંગે બધાએ જાણવા જેવું છે. કારણ કે છોકરી સાથે જે થયું તેની તમે કલ્પના પણ ન કરી શકો. આ છોકરીએ બગાસુ ખાવા માટે મોઢું ખોલ્યું અને પછી તે બંધ જ ન થયું. હોસ્પિટલ પહોંચવું પડ્યું. ડોક્ટરે તપાસ કરી. આ છોકરી જેના સિનાતારા 21 વર્ષની એક સોશિયલ મીડિયા ઈન્ફ્લૂએન્સર છે. જેનાએ પોતાને થયેલા આ દર્દનાક અનુભવને કેમેરામાં કેદ કરી લીધો. તેનો વીડિયો પણ તેણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર શેર કર્યો છે. તેણે કહ્યું કે હું વિશ્વાસ નથી કરી શકતી કે મારી સાથે આવું થયું છે.
અન્ય એક વીડિયોમાં મિશિગનના એક પ્લાસ્ટિક સર્જન ડો. એન્થની યૂને જેનાના જડબામાં સર્જાયેલી આ સ્થિતિને 'ઓપન લોક' ગણાવી. જેમાં જડબું ખુલ્યા બાદ બંધ થઈ શકતું નથી. આવી સ્થિતિમાં જેના હોસ્પિટલ પહોંચી અને ડોક્ટરે તેનો એક્સરે લઈને જડબાને ફરીથી સહી સલામત કર્યું. ડોક્ટરે કહ્યું કે અમે તમારી માંસપેશીઓને થોડો આરામ આપવા જઈ રહ્યા છીએ અને પછી તેને પહેલા જેવું કરવાની કોશિશ કરીશું. તેમણે જણાવ્યું કે બગાસુ ખાતી વખતે જેનાએ એટલી ઉતાવળ કરી કે તેનું જડબું તેની જગ્યાએથી હટી ગયું અને જેવી સ્થિતિમાં તે હતું એવું જ રહી ગયું એટલે કે ખુલ્લું જ રહી ગયું.
પોતાની આ હાલાત પર જેનાએ પણ અપડેટ કર્યું અને એક વીડિયો પોસ્ટ કરીને કેપ્શનમાં લખ્યું કે અનેક દવાઓ લીધા બાદ ચાર ડોક્ટરોએ મારા જડબાને પાછું હતું એવું કરી દીધુ. વીડિયોમાં તેના ચહેરા પર પાટાપીંડી દેખાય છે. જેનાની સ્થિતિ અંગે જણાવતા ડોક્ટર એન્થની યુને કહ્યું કે, આ ખુબ દુર્લભ છે, પરંતુ જ્યારે આવું થાય છે ત્યારે મોટાભાગે બગાસુ ખાતી વખતે થાય છે. તેનું મુખ્ય કારણ જડબાનું પોતાની જગ્યાએથી હટી જવાનું છે. એટલે કે જ્યારે તમને ટીએમજી (ટેમ્પોરોમેન્ડિબુલર જોઈન્ટ) હોય છે. આ સમસ્યા સામાન્ય રીતે સારવાર બાદ ઠીક થઈ જાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube