કોના માટે સૌથી વધારે ફાયદાકારક સાબિત થયો Corona, વાંચો શું કહે છે આ રિપોર્ટ
કોરોના (Coronavirus) મહામારીએ સમગ્ર દુનિયાનું સ્વાસ્થ્ય સંકટમાં જરૂર મુક્યું છે. પરંતુ પ્રકૃતિને તેનાથી સકારાત્મક ફાયદો થતો જોવા મળ્યો છે. લોકડાઉન (Lockdown) દરમિયાન કેટલીક એવી તસવીરો સામે આવી હતી, જેનાથી જાણી શકાય છે માનવીય દખલગીરી કરવી ઓછી થવાથી પ્રકૃતિનું સૌંદર્યમાં નિખાર આવ્યો છે. હવે ગ્લોબલ ફુટપ્રિંટ નેટવર્ક (Global Footprint Network)ની રિપોર્ટ પણ કંઇક આ ઇશારો કરી રહી છે.
નવી દિલ્હી: કોરોના (Coronavirus) મહામારીએ સમગ્ર દુનિયાનું સ્વાસ્થ્ય સંકટમાં જરૂર મુક્યું છે. પરંતુ પ્રકૃતિને તેનાથી સકારાત્મક ફાયદો થતો જોવા મળ્યો છે. લોકડાઉન (Lockdown) દરમિયાન કેટલીક એવી તસવીરો સામે આવી હતી, જેનાથી જાણી શકાય છે માનવીય દખલગીરી કરવી ઓછી થવાથી પ્રકૃતિનું સૌંદર્યમાં નિખાર આવ્યો છે. હવે ગ્લોબલ ફુટપ્રિંટ નેટવર્ક (Global Footprint Network)ની રિપોર્ટ પણ કંઇક આ ઇશારો કરી રહી છે.
આ પણ વાંચો:- બાંગ્લાદેશની PM હસીનાનો આરોપ, બોલી 'ખાલિયા જિયાએ રચ્યું હતું મને મારવાનું કાવતરું'
રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે મનુષ્ય દ્વારા પૃથ્વીના સંસાધનોના વપરાશમાં 2020માં ઘટાડો થયો છે. સંશોધનકારોએ શનિવારે આ સંદર્ભમાં ડેટા જાહેર કર્યો છે કે ગત વર્ષોની સરખામણીએ કુદરતી સંસાધનોનો વપરાશ ઓછો થયો છે, જેનું કારણે કોરોના વાયરસ પણ છે.
વૈશ્વિક અર્થ ઓવરશૂટ દિવસ (Earth Overshoot Day)ના દિવસ પર જારી કરવામાં આવેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, 1970 બાદથી અર્થ ઓવરશૂટ ડે સતત આગળ વધી રહ્યો છે, પરંતુ આ વર્ષે 22 સપ્ટેમ્બરના રહ્યો. કેમ કે, પ્રાકૃતિક સંસાધનોની વપરાશમાં આ વખતે ઘટડો નોંધાયો છે. ગત વર્ષ અર્થ ઓવરશૂટ ડે 29 જુલાઇના હતો.
આ પણ વાંચો:- ફ્રેન્ચ રાષ્ટ્રપતિએ ભારતીય સ્ટાઈલથી કર્યું જર્મન કાઉન્સિલરનું સ્વાગત, VIDEO વાયરલ
રિપોર્ટના અનુસાર, ગત વર્ષની સરખામણીમાં હ્યૂમનિટી ફુટપ્રિન્ટમાં 9.3 ટકાનો ઘટડો આવ્યો છે. જો કે, ગ્લોબલ ફુટપ્રિન્ટ નેટવર્કના અધ્યક્ષ મેથિસ વેકર્નોગેલ (Mathis Wackernagel)એ કહ્યું કે, આ આંકડા પર ઉજવણી જેવી કોઇ વાત નથી. કેમ કે, આ મનુષ્યોના પ્રયાસોથી સંભવ થયું નથી, પરંતુ તેની પાછળ આફત છે. ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસથી દુનિયાભરમાં 8,00,000 લોકોનું મોત થયું છે. ઘણા દેશોમાં આ વર્ષની શરૂઆતમાં કોરોનાનો સામનો કરવા માટે લોકડાઉન જેવા કડક પગલા લીધા હતા. જેના કારણે ઔદ્યોગિક ગતિવિધીઓ પર વાહનોના પ્રદુષણમાં ઘટાડો આવ્યો હતો.
શોધમાં આ પણ સામે આવ્યું છે કે કોરોના વાયરસના કારણે ગત વર્ષની સરખામણીમાં CO2 ઉત્સર્જનમાં 14.2 ટકા અને વાણિજ્યિક વાનિકીમાં 8.4 ટકાનો ઘટાડો આવ્યો છે.
આ પણ વાંચો:- અમેરિકાએ વિશ્વને ફરીથી દેખાડી ભારત સાથેની ગાઢ મિત્રતા, કરી એવી વાત કે ચીનને લાગશે મરચા
શું છે અર્થ ઓવરશૂટ દિવસ?
અર્થ ઓવરશૂટ એક માપ છે જેના આધાર પર પ્રાકૃતિક સંસાધનોનું બજેટ અને તેમનો વપરાશ ગુણોત્તર નક્કી કરવામાં આવે છે. ફુટપ્રિન્ટ નેટવર્ક તથા બ્રિટનની ન્યૂ ઇકોનોમિક ફાઉન્ડેશન દ્વારા રાખવામાં આવી હતી. આ એક પ્રકારથી પ્રત્યેક વર્ષ તે દિવસનો સૂચક છે, જે દિવસે તે વર્ષ માટે ફાળવેલ કુદરતી સંસાધનોનો ઉપયોગ માનવ દ્વારા કરવામાં આવે છે. પ્રથમ ઓવરફૂટ 2006માં ઉજવવામાં આવ્યો હતો. તેમાં પાણી, અનાજ, લાકડી, કાર્બન, વન સંસાધન વગેરે પૃથ્વીથી જોડાયેલા તત્વોના વપરાશમાં સામેલ કરવામાં આવે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર