ટોરન્ટો: કેનેડામાં એકવાર ફરીથી મોટી સંખ્યામાં કબરો મળી આવતા હાહાકાર મચ્યો છે. આ કબરો પર કોઈ નામ લખેલા નથી. સસ્કેચેવાન પ્રાંતના પૂર્વ મેરીવલ ઈન્ડિયન રેસિડેન્શિયલ સ્કૂલ (Former Marieval Indian Residential School) માં  ખોદકામ દરમિયાન આ કબરો મળી હોવાનો દાવો કરાયો છે. સ્થાનિક સંગઠન કાઉસેસ નેશન ફર્સ્ટ(Cowessess First Nation) એ જણાવ્યું કે ખોદકામ દરમિયાન લગભગ 751 કબરો મળી આવી છે. કબરો પર કોઈ નામ નથી. આથી એ સમજવું મુશ્કેલ છે કે અહીં શું થયું હશે. અત્રે જણાવવાનું કે અઠવાડિયા પહેલા પણ આવી જ કેટલીક બેનામી કબરો મળી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જાણી જોઈને હટાવવામાં આવ્યા Headstones?
CNN ના રિપોર્ટ મુજબ કાઉસેસ ફર્સ્ટ નેશન (Cowessess First Nation) ના પ્રમુખ કેડમસ ડેલોર્મે (Cadmus Delorme) એ આશંકા વ્યક્ત કરી છે કે આ કબરોના હેડસ્ટોન કે માર્કરને જાણી જોઈને હટાવવામાં આવ્યા હશે, જેથી કરીને સચ્ચાઈ જાણી શકાય નહીં. આ બાજુ અન્ય એક સંગઠન Federation of Sovereign Indigenous First Nations ના ચીફ બોબી કેમરૂને કહ્યું કે કબરો જોઈને લાગે છે કે અહીં કોઈ નરસંહાર થયો હશે. તેમણે વધુમાં કહ્યું કે દુનિયા કેનેડાને જોઈ રહી છે, સસ્કેચેવાન પ્રાંતમાં કોન્સન્ટ્રેશન કેમ્પ હતા, જેમને ભારતીય આવાસીય સ્કૂલ કહેવામાં આવતું હતું. કેનેડાને એક એવા રાષ્ટ્ર તરીકે જાણવામાં આવશે જેણે 'ફર્સ્ટ નેશન' ખતમ કરવાની કોશિશ કરી. હવે તેના પુરાવા મળવા લાગ્યા છે. 


Princess Qajar: આ 'મૂછાળી' રાજકુમારી માટે લોકો કરતા હતા પડાપડી, 13 જણે તો મોત વ્હાલુ કર્યું


215 બાળકોના મૃતદેહોના અવશેષ મળ્યા હતા
મેના અંતમાં કેનેડાની અન્ય એક બોર્ડિંગ સ્કૂલ પાસે દફન કરાયેલા 215 બાળકોના અવશેષો મળી આવ્યા હતા. જેને લઈને ખુબ હંગામો થયો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે 3 વર્ષથી ઓછી ઉંમરના  બાળકોને કમલૂપ્સ ઈન્ડિયન રેસિડેન્શિયલ સ્કૂલ (Kamloops Indian Residential School) ના મેદાનમાં દફન કરી દેવાયા હતા. કહેવાય છે કે બાળકોને વંશીય ભેદભાવના કારણે મારીને દફન કરાયા હશે. આ બાજુ પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડો (Justin Trudeau) એ કહ્યું કે બંને શાળાઓમાં મળેલી કબરોની તપાસ કરવામાં આવશે. 


હોટલરૂમ બૂક કરાવતા પહેલા આ વિગતો ખાસ વાંચો...ટેબલ પર પડેલા ગ્લાસ વિશે જાણશો તો ચક્કર ખાઈ જશો


PM Trudeau એ કરી આ વાત
જસ્ટિન ટ્રુડોએ શાળાઓમાં મળેલી કબરો પર દુ:ખ વ્યક્ત કરતા કહ્યું કે આ પ્રણાલીગત નસ્લવાદ, ભેદભાવ અને અન્યાયનો એક શરમજનક અનુસ્મારક છે. જેનો સ્વદેશી લોકો(Indigenous People) એ સામનો કર્યો હશે. તેમણે કહ્યું કે આપણે ઈતિહાસની આ કાળી સચ્ચાઈને સ્વીકારવી જોઈએ. આ બાજુ સ્થાનિક સંગઠનોનું કહેવું છે કે કેનેડામાં ભૂતકાળમાં મોટા પાયે નસ્લવાદ અને ભેદભાવ થતો હતો. ખાસ કરીને શાળાઓમાં બાળકોએ પણ એ ભોગવવું પડતું હતું અને અહીંથી મળેલી કબરો એ દર્શાવે છે. કાઉસેસ ફર્સ્ટ નેશનના જણાવ્યાં મુજબ બાળકોને આ શાળાઓમાં અભ્યાસ માટે ફોર્સ કરાતો હતો અને પછી તેમને રોમન કેથેલિક બનાવવામાં આવતા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube