હોટલરૂમ બૂક કરાવતા પહેલા આ વિગતો ખાસ વાંચો...ટેબલ પર પડેલા ગ્લાસ વિશે જાણશો તો ચક્કર ખાઈ જશો
આવો જાણીએ આવી ફાઈવ સ્ટાર હોટલના કેટલાક ચોંકાવનારા રહસ્યો...
નવી દિલ્હી: ક્યાંક વેકેશન પર જતા પહેલા તમે પણ સ્ટે બૂક કરતી વખતે હોટલની તસવીરો જોઈ હશે કે પછી રિવ્યૂ વાંચ્યા હશે. પરંતુ બહારથી બધુ મસ્ત દેખાતું હોય તેનો અર્થ એ નથી કે ત્યાં બધુ એવું જ હોય જેવું તમને દેખાડવાની કોશિશ કરવામાં આવે છે. દુનિયાભરની 5 સ્ટાર અને લોકપ્રિય હોટલોમાં કામ કરતા કર્મચારીઓએ પોતાના અનુભવ શેર કર્યા છે. બધુ મળીને જે વાત સામે આવી છે તે ખુબ જ ચોંકાવનારી છે. આવો જાણીએ આવી ફાઈવ સ્ટાર હોટલના કેટલાક ચોંકાવનારા રહસ્યો...
ગ્લાસમાં પાણી ન પીવો
જો તમે પણ હોટલમાં પહોંચતાની સાથે જ ટેબલ પર રાખેલા ગ્લાસમાં પાણી પીવાના આદી હોવ તો જરા થોભો. ડેઈલી મેઈલના એક રિપોર્ટ મુજબ એક હોટલ સ્ટાફે જણાવ્યું કે તમારા હોટલ રૂમમાં રાખેલો ચમચમાતો કાચનો ગ્લાસ કેટલો ગંદો હોઈ શકે છે તેની તમે કલ્પના પણ ન કરી શકો. સ્ટાફે કહ્યું કે 'રૂમ એટેન્ડેન્ટ કામ અને ડેડલાઈનના બોજ હેઠળ એટલા તો દબાયેલા હોય છે કે તેઓ જે સ્ક્રબથી બાથરૂમ સાફ કરે છે તેનાથી જ ગ્લાસ પણ સાફ કરીને તે જગ્યાએ મૂકી દેતા હોય છે. આખરે તેમનું લક્ષ્ય તો રૂમને સ્વચ્છ દેખાડવાનો હોય છે.' તેમણે કહ્યું કે મે વર્ષો સુધી દુનિયાના એક ટોપ રિસોર્ટમાં કામ કર્યું અને ત્યાં હોટલના રૂમોમાં ડિશવોશર નહતું આવામાં અમે બાથરૂમ સ્ક્રબથી જ ગ્લાસ ધોઈ નાખતા હતા.
ક્યારેય ચર્ચામાં ન આવી આવી વાતો
એક હોટલ કર્મચારીએ કહ્યું કે દુનિયામાં અનેક લોકો એવા છે કે જે પોતાની જીવનલીલા સમાપ્ત કરવા માટે વેકેશન પર જાય છે અને એક દિવસ તેઓ કોઈ હોટલના રૂમમાં મૃત અવસ્થામાં મળી આવે છે. હોટલના બંધ દરવાજા પાછળ ઘણું થતું હોય છે પરંતુ ક્યારેય સમાચારમાં આવતું નથી.
સેક્સ વર્કરનું કારનામું
એક સ્ટાફે જણાવ્યું કે એકવાર એક શેખ હોટલમાં એક સેક્સ વર્કરને લઈને આવ્યો. તેને પોતાના રૂમમાં લઈ ગયો. ત્યાં મહિલા શેખના લાખો રૂપિયા, મોંઘી ઘડિયાળ અને કિંમતી સામાન લઈને રફૂચક્કર થઈ ગઈ.
કયો બેડ તમને મળ્યો?
હોટલના એક કર્મચારીએ જે વાત જણાવી તે ખુબ ડરામણી છે. તેણે દાવો કર્યો કે હોટલમાં ઓછામાં ઓછા 40 ટકા બેડ એવા છે જેમના પર કોઈને કોઈનું મોત થયું હોય છે. તેણે કહ્યું કે બની શકે કે હોટલ રૂમમાં તમે જે બેડ પર સૂતા હોવ તેના ઉપર પણ કોઈનું મોત થયું હોય. તેણે એમ પણ કહ્યું કે 'સ્પષ્ટ છે કે હોટલના ટાઈપ અને કસ્ટમર ઉપર પણ તે નિર્ભર કરે છે. પરંતુ દુનિયામાં અનેક હોટલો એવી છે જ્યાં અઠવાડિયામાં એક મોત તો થાય જ છે.'
બેડ પર ન રાખો લગેજ
એક હોટલ સ્ટાફે જણાવ્યું કે તમે ગમે તેટલી મોંઘી હોટલમાં કેમ ન જાઓ પરંતુ ક્યારેય તમારે તમારો લગેજ બેડ પર રાખવાની ભૂલ ન કરવી જોઈએ. તેણે કહ્યું કે હોટલના બેડમાં માંકડ હોય છે. જો તમે તમારા બેડ પર તમારો લગેજ રાખ્યો તો તેનો અર્થ એ થયો કે તમે 2-4 માંકડ તમારી સાથે લઈને જશો.
તમે ક્યાંક તમારો કિંમતી સામાન તો નથી ગુમાવ્યો ને?
એક સ્ટાફે જણાવ્યું કે 'હોટલમાં રૂમ અટેન્ડન્ટ ક્યારેય ગેસ્ટનો સામાન ચોરી કરતા નથી. તેણે કહ્યું કે ગેસ્ટનો સામાન ખોવાઈ જવાની સ્થિતિમાં લોકો સૌથી પહેલા રૂમ અટેન્ડન્ટ ઉપર જ સવાલ ઉઠાવે છે. પરંતુ શોધવામાં આવે ત્યારે સામાન રૂમની અંદર જ મળી આવે છે. શું તમને લાગે છે કે તમારા એક જૂના આઈપેડ માટે કોઈ પોતાની જોબથી હાથ ધોઈ નાખવા ઈચ્છશે?'
Trending Photos