એક દેશ આવો પણ છે જ્યાં બેઘર લોકોને રસ્તા પર રાત વિતાવવા પર લાગ્યો પ્રતિબંધ
આપણા દેશમાં દિલ્હી, મુંબઇ જેવા મહાનગરોમાં જ્યાં રાત વિતાવવા માટે છત મળતી નથી, તેવામાં બેઘર લોકો ખુલ્લેઆમ નીચે રસ્તા પર રાતવાસો કરતા હોય છે
બુડાપેસ્ટ: આપણા દેશમાં દિલ્હી, મુંબઇ જેવા મહાનગરોમાં જ્યાં રાત વિતાવવા માટે છત મળતી નથી, તેવામાં બેઘર લોકો ખુલ્લેઆમ નીચે રસ્તા પર રાતવાસો કરતા હોય છે પરંતુ યૂરોપના એક દેશ હંગરીમાં આ મામલા પર કડક પગલા આપનાવવામાં આવ્યા છે. બેઘર લોકોને લઇ પ્રધાનમંત્રી વિક્ટર ઓર્બન સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલા કાયદો લોગુ કરવાની સાથે જ સોમવારથી દેશમાં રસ્તા પર રાત રોકાવવા પર પ્રતિબંધ લગાવ્યો છે. સરકારના આ કાયદાને ટીકાકારોએ ક્રુર ગણાવ્યો છે.
હંગરીના સંસદે 20 જૂને બંધારણમાં સંશોધન કરી હંમેશાં સાર્વજનિક સ્થળ પર નિવાસ કરવા પર પ્રતિબંધ લગાવ્યો છે. આ પહેલા દેશમાં 2013માં એક કાયદો લાગુ કરવામાં આવ્યો હતો. જેમાં સાર્વજનિક સ્થળો પર સતત રહેવા માટે દંડ ફટકારવામાં આવશે. સરકારી કર્મચારીઓએ જણાવ્યું કે હવે રસ્તા પર રાતવાસો કરતા લોકોને હટાવવા તેમજ તેમના ઝોપડા હટાવવાનો પોલીસને સંપૂર્ણ અધિકાર આપવામાં આવ્યો છે. અધિકારીઓનું કહેવું છે કે આ કાયદો સમાજના હિતને ધાન્યમાં રાખવા માટે છે.
સામાજિક મુદ્દાઓ પર મંત્રી અત્તિલા ફુલોપે પત્રકારોને કહ્યું કે, તેનો ઉદ્દેશ આ ખાતરી કરવાનું છે કે રાતે બેઘર લોકો રસ્તા પર ના બેસી રહે અને સામાન્ય નાગરિક કોઇ તકલીફ વગર તે જગ્યાનો ઉપયોગ કરી શકે. સરકારી આશ્રયગૃહમાં લગભગ 11 હજાર લોકો રહેવાની જગ્યા છે પરંતુ જાણકારોનું કહેવું છે કે હાલમાં ઓછામાં ઓછા 20 હજાર લોકો રસ્તા પર રહે છે.
સરકારનું કહેવું છે કે બેઘરો માટે આપવામાં આવેલી ગ્રાન્ટમાં વધારો કરી રહી છે પરંતુ આંતરરાષ્ટ્રીય સંગઠનો અને અધિકારી ગૃપએ નવા કાયદાની ટીકા કરી છે.
(ઇનપુટ: એજન્સી AFP)