નવી દિલ્હી: સમગ્ર દુનિયા આ સમયે કોરોનાના સંકટથી પરેશાન છે. આવા મુશ્કેલીના સમયમાં કુદરતિ આફત પણ ખરાબ અસર પાડી રહી છે. દુનિયાભરમાં તેનો કહેર વર્તાઇ રહ્યો છે. અમેરિકાના ટેક્સાસમાં આ સમયે વાવાઝોડું હન્ના તબાહી લઇ આવ્યું છે. રવિવાર સવારે ટેક્સાસના દરિયા કિનારે અથડાયું. હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મિયામીમાં પણ સંકટ
મળતી માહિતી મુજબ, વાવાઝોડું હન્નાએ રિયો ગ્રાન્ડ વેલીમાં તબાહી મચાવી છે. ઉષ્ણકટિબંધીય ચક્રવાત 'હન્ના'એ અમેરિકામાં એક વિશાળ રૂપ ધારણ કર્યું છે. રવિવારની સવારે આ ટેક્સાસના દરિયા કિનારે અથડાયું. તે દરમિયાન 145 કિમી પ્રતિ કલાકની ગતીથી ભારે પવન ફુંકાયો હતો. સ્થાનિક એજન્સિઓના જણાવ્યા અનુસાર આ વાવાઝોડું મિયામીની આસપાસ પણ ભારે તબાહી મચાવી શકે છે.


આ પણ વાંચો:- લંડન: માસ્કનો અંડરવિયર પહેરીને ઘૂમી રહ્યો છે યુવક, જોઈને લોકો હેરાન પરેશાન


વીજ પુરવઠો અસરગ્રસ્ત
હવામાન વિભાગે કહ્યું છે કે ટેક્સાસમાં 10 ઇંચ સુધી વરસાદ પડી શકે છે. આને કારણે દરિયાકાંઠાના વિસ્તારો સંપૂર્ણ રીતે અસરગ્રસ્ત છે અને જીવનું જોખમ છે. વાવાઝોડાને કારણે રિયો વેલીમાં વિનાશ સર્જાયો છે. અનેક સ્થળોએ વૃક્ષ ધરાશાયી થવાની સાથે અનેક બોટોને પણ નુકસાન પહોંચ્યું હતું. વીજ પુરવઠો અસરગ્રસ્ત થયો હતો. જ્યારે માર્ગમાં ફસાયેલા લોકોને વહીવટીતંત્રની મદદથી બચાવવામાં આવ્યા હતા.


આ પણ વાંચો:- ચીનમાં હાહાકાર, એકસાથે એટલા બધા વૈજ્ઞાનિકોના રાજીનામા પડ્યા કે તાનાશાહ સરકાર સ્તબ્ધ


દરિયાકાંઠાના વિસ્તારોમાં પૂરનું જોખમ
ટેક્સાસમાં કોરોના સંક્રમણ વચ્ચે લોકોને તોફાનથી બચાવવું ખૂબ મુશ્કેલ છે. ભારે પવનને કારણે અહીં એક મોટો લોડર પણ પલટી ગયો. દક્ષિણ ખીણ માટે પૂરની ચેતવણી પણ આપવામાં આવી છે.


અગાઉ, ભારે પવન અને વરસાદને કારણે ઘણી જગ્યાએ ભૂસ્ખલન થયું હતું, અને ઘણી ઇમારતોને નુકસાન થયું હતું. દરિયાકાંઠાના વિસ્તારોમાં પૂરનો ભય છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube