ચીનમાં હાહાકાર, એકસાથે એટલા બધા વૈજ્ઞાનિકોના રાજીનામા પડ્યા કે તાનાશાહ સરકાર સ્તબ્ધ

ચીનમાં હવે એવી સ્થિતિ પેદા થઈ ગઈ છે કે ચીનની તાનાશાહી સરકાર સામે તેમના જ વૈજ્ઞાનિકો અવાજ ઉઠાવી રહ્યાં છે. સરકારે વૈજ્ઞાનિકોને પોતાના ખોટા મનસૂબાઓની પૂર્તિનું માધ્યમ બનાવી રાખ્યા છે. આ વિદ્રોહ તો એક દિવસ થવાનો જ હતો. હવે સરકાર માટે એટોમિક રિસર્ચ સેન્ટર ચલાવવું મુશ્કેલ બની ગયું છે. 90 જેટલા પરમાણુ વૈજ્ઞાનિકોના એક સાથે રાજીનામા પડ્યા છે. 

ચીનમાં હાહાકાર, એકસાથે એટલા બધા વૈજ્ઞાનિકોના રાજીનામા પડ્યા કે તાનાશાહ સરકાર સ્તબ્ધ

નવી દિલ્હી: ચીનમાં હવે એવી સ્થિતિ પેદા થઈ ગઈ છે કે ચીનની તાનાશાહી સરકાર સામે તેમના જ વૈજ્ઞાનિકો અવાજ ઉઠાવી રહ્યાં છે. સરકારે વૈજ્ઞાનિકોને પોતાના ખોટા મનસૂબાઓની પૂર્તિનું માધ્યમ બનાવી રાખ્યા છે. આ વિદ્રોહ તો એક દિવસ થવાનો જ હતો. હવે સરકાર માટે એટોમિક રિસર્ચ સેન્ટર ચલાવવું મુશ્કેલ બની ગયું છે. 90 જેટલા પરમાણુ વૈજ્ઞાનિકોના એક સાથે રાજીનામા પડ્યા છે. 

એટોમિક રિસર્ચ સેન્ટરમાં ખુબ ઓછા વૈજ્ઞાનિકો રહી ગયા
ચીનની રાજધાની સ્થિત ચાઈનીઝ એટોમિક સેન્ટરમાં સરકારથી નારાજ વૈજ્ઞાનિકોના ઢગલો રાજીનામા પડ્યાં. હાલાત એટલી ખરાબ થઈ છે કે સેન્ટર ચલાવવું મુશ્કેલ બન્યું છે. કારણ કે સેન્ટરમાં ખુબ ઓછા વૈજ્ઞાનિકો બચ્યા છે. આ વાતથી ડોક્ટરોનો ગુસ્સો વધી રહ્યો છે કે સરકાર તરફથી તેમને મનાવવાની પણ કોઈ કોશિશ થઈ રહી નથી. 

'બ્રેઈન ડ્રેઈનનો વિષય છે'
બેઈજિંગ સ્થિત ચીનના સરકારી પરમાણુ સંસ્થાન આઈનેસ્ટમાં કામ કરનારા 90 વૈજ્ઞાનિકોના રાજીનામાથી ચીનની સરકારમાં ચિંતા દેખાઈ રહી છે. સરકાર ચલાવી રહેલી ચીની કોમ્યુનિસ્ટ પાર્ટીએ કહ્યું કે આ બ્રેઈન ડ્રેઈનનો વિષય છે અને તેની તપાસ કરવામાં આવશે. હવે સરકાર પાસે આ મહત્વપૂર્ણ સંસ્થાને ચલાવવા માટે ખુબ ઓછા વૈજ્ઞાનિકો બચ્યા છે. 

રાજીનામા પડવાનું કારણ
ચીની મીડિયામાં મોટી સંખ્યામાં રાજીનામા પડવા પાછળ અનેક કારણ ગણાવવામાં આવી રહ્યાં છે. આ કારણોમાં વૈજ્ઞાનિકોના પગારધોરણમાં ગડબડી અને તેમને અપાતી સરકારી સુવિધાઓની ઉણપ મુખ્ય કારણો ગણાવાયા છે. બીજી બાજુ ચીની કોમ્યુનિસ્ટ પાર્ટીના નેતાઓએ આ મહત્વની રાષ્ટ્રીય સંસ્થાન પર કબ્જો જમાવેલો છે અને ત્યાંના વૈજ્ઞાનિકો પાસે જબરદસ્તીથી કામ કરાવવા માંગે છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news