બેઇજિંગઃ ચીનમાં થયેલા હેવાનિયતના એક કેસમાં કોર્ટે દોષીને ફાંસીની સજા ફટકારી છે. હકીકતમાં બે વર્ષ પહેલા અહીં એક વ્યક્તિએ પોતાની પૂર્વ પત્નીની જીવતી સળગાવી હતી અને આ ઘટનાને અંજામ આપવા દરમિયાન તેણે સોશિયલ મીડિયા પર લાઇવ સ્ટ્રીમિંગ કર્યું હતું. નોંધનીય છે કે પૂર્વ પત્નીને જીવતી સળગાવી હત્યા કરનાર વ્યક્તિનું નામ ટાંગ લૂ છે. દક્ષિણ-પશ્ચિમ સિચુઆન પ્રાંતના એક કોર્ટે દોષી ટાંગ લૂને ફાંસીની સજા આપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પૂર્વ પત્ની સાથે બીજીવાર લગ્ન કરવા ઈચ્છતો હતો વ્યક્તિ
ગ્લોબલ ટાઇમ્સના રિપોર્ટ પ્રમાણે પોતાની પૂર્વ પત્નીની હત્યા કરવાના આરોપમાં ફાંસીની સજા પહેલા દોષી ટાંગ લૂને પોતાના પરિવાર સાથે મુલાકાત કરવાની મંજૂરી કોર્ટે આપી છે. ટાંગ લૂની પૂર્વ પત્ની લામો ખેતીનું કામ કરતી હતી. જૂન 2020માં બંનેના છુટાછેડા થઈ ગયા હતા. તેમ છતાં ટાંગ લૂ તેનો પીછો કરી રહ્યો હતો. છુટાછેડા બાદ તેણે લામોને બીજીવાર લગ્ન કરવાનું કહ્યું પરંતુ પૂર્વ પત્ની તે માટે તૈયાર નહોતી. 


આ પણ વાંચોઃ ઋષિ સુનક નહીં રચી શકે ઈતિહાસ? ટીવી ડિબેટમાં હારનો સામનો કરવો પડ્યો


Ex-વાઇફનું દર્દનાક મોત
નોંધનીય છે કે છુટાછેડાના ત્રણ મહિના બાદ ટાંગ લૂ ઘટનાસ્થળે પહોંચ્યા અને ત્યારે લામો સોશિયલ મીડિયા પર લાઇવ કરી હતી. ટાંગ લૂએ તેના પર પેટ્રોલ છાંટ્યું અને આગ લગાવી દીધી. આ દરમિયાન તેણે લાઇવ સ્ટ્રીમિંગ પણ બંધ કર્યું નહીં. ઘટના બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. 


દોષીને ફાંસી આપવાની માંગ ઉઠી હતી
ઉલ્લેખનીય છે કે પોતાની પૂર્વ પત્નીને જીવતી સળગાવવાની ઘટનાની ચર્ચા સપ્ટેમ્બર 2022માં જોરશોરથી શરૂ થઈ હતી. સોશિયલ મીડિયા પર લોકોએ આરોપી ટાંગ લૂને ફાંસીની સજા આપવાની માંગ કરી હતી. ચીનમાં મહિલાઓ સાથે થતા દુર્વ્યહાર પર દુનિયાભરના લોકોએ ચિંતા વ્યક્ત કરી હતી. લોકોએ ચીનની કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર પણ સવાલ ઉઠાવ્યા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube