Britain Election 2022: ઋષિ સુનક નહીં રચી શકે ઈતિહાસ? ટીવી ડિબેટમાં હારનો સામનો કરવો પડ્યો

સત્તાધારી કન્ઝર્વેટિવ પાર્ટીના સભ્યોના એક સર્વેક્ષણ મુજબ બ્રિટનના સત્તાબહાર થયેલા પ્રધાનમંત્રી બોરિસ જ્હોન્સનની સરકારમાં કાર્યવાહક વિદેશ સચિવ લિઝ ટ્રસે પોતાના હરિફ ભારતીય મૂળના પૂર્વ ચાન્સેલર ઋષિ સુનકને ઈલેક્ટોરલ કોલેજની ચૂંટણી ટીવી ડિબેટમાં હરાવી દીધા.

Britain Election 2022: ઋષિ સુનક નહીં રચી શકે ઈતિહાસ? ટીવી ડિબેટમાં હારનો સામનો કરવો પડ્યો

United Kingdom Election: સત્તાધારી કન્ઝર્વેટિવ પાર્ટીના સભ્યોના એક સર્વેક્ષણ મુજબ બ્રિટનના સત્તાબહાર થયેલા પ્રધાનમંત્રી બોરિસ જ્હોન્સનની સરકારમાં કાર્યવાહક વિદેશ સચિવ લિઝ ટ્રસે પોતાના હરિફ ભારતીય મૂળના પૂર્વ ચાન્સેલર ઋષિ સુનકને ઈલેક્ટોરલ કોલેજની ચૂંટણી ટીવી ડિબેટમાં હરાવી દીધા. પોલસ્ટર ઓપિનિયમના ઉત્તરદાતાઓના 47 ટકા ઉત્તરદાતાઓએ તેમને સાંભળ્યા. ટ્રસે સુનકની સરખામણીમાં 38 ટકા સારું પ્રદર્શન કર્યું. 

જો કે ઓપિનિયમ મુજબ ડિબેટ જોનારા નિયમિત મતદાતાઓના એક સર્વેક્ષણમાં સુનકે ફરીથી ટ્રસને મામૂલી અંતરથી હરાવ્યા. 2 ટકાએ કહ્યું કે સુનક જીત્યા જ્યારે 38ટ કાએ ટ્રસને વિજેતા માન્યા. ઈંગ્લેન્ડના પશ્ચિમી મિડલેન્ડ્સના એક શહેર સ્ટોક ઓન ટ્રેન્ટમાં આયોજિત ડિબેટ દરમિયાન સુનક પોતાના હરીફ પર ખુબ આક્રમક રહ્યા. 

યુગોવના કન્ઝર્વેટિવ સભ્યોના સર્વેક્ષણમાં સુનકની લોકપ્રિયતા 62 ટકાથી ઘટીને 38 ટકા પર આવી ગઈ. તેઓ આગામી સપ્તાહે મતદાન શરૂ કરશે અને આમ કરવા માટે તેમની પાસે 2 સપ્ટેમ્બર સુધીનો સમય રહેશે. એવું લાગે છે કે તેમણે આ મતવિસ્તાર સાથે ટ્રસ પર પલટવાર કરવા માટે હજુ સુધી પૂરતો આધાર બનાવ્યો નથી. 

સ્પષ્ટ છે કે સુનકની રણનીતિ પ્રહાર કરવાની હતી. વાદ વિવાદ બાદ અનેક દર્શકો આ પ્રકારના વ્યવહારથી નાખુશ જોવા મળ્યા. જે નિશ્ચિતપણે બ્રિટિશ વિરુદ્ધ રણનીતિ હતી. કર કાપ પર બંને દાવેદાર પરસ્પર ભીડી ગયા. સુનક બાદમાં આમ કરવા પર અડી રહ્યા જ્યારે ટ્રસે વચન આપ્યું કે તેઓ પ્રધાનમંત્રી બનતા જ આ કામ કરશે. 

ચીન પ્રત્યે બ્રિટિશ નીતિને લઈને બંને એ વાત પર સહમત હતા કે તે કડક હોવી જોઈએ. સુનકે કહ્યું કે ટ્રસે ચીનનો પ્રવાસ કર્યો છે. તેમણે આરોપ લગાવ્યો કે ટ્રસે પહેલા તેને ચીન સાથે બ્રિટનના સંબંધોનો સુવર્ણ યુગ ગણાવ્યો હતો અને તેના પક્ષમાં તર્ક આપ્યો હતો. 

આખરે તેમણે ટિકટોક જેવી કંપનીઓ પર સકંજો કસવા પર સહમતિ વ્યક્ત કરી. જ્હોનસન પ્રત્યે વફાદારી સંબંધમાં સુનકે રાજકોષના ચાન્સેલર પદેથી રાજીનામું આપી દીધુ. જેનાથી જ્હોન્સન સરકારનો પડી ભાંગી. જ્યારે ટ્રસ એક કાર્યવાહક વિદેશ સચિવ તરીકે રહ્યા. બંનેએ પોતાના વલણને સાચો ઠરાવવાની કોશિશ કરી. 

ડિબેટ લંડન મેટ્રોપોલિટન પોલીસ અંગે પણ થઈ. જેણે જ્હોનસન પર કોવિડ મહામારી દરમિયાન પાર્ટી કરીને કાયદાના ભંગ બદલ દંડ ફટકાર્યો. સ્પષ્ટ રીતે આ મામલે પ્રધાનમંત્રીને પ્રશ્નાવલી ન મોકલી. વાસ્તવમાં પોલીસે જેટલી ઊંડાણપૂર્વક તપાસ કરવી જોઈતી હતી તે કરી નહીં. સ્કોટલેન્ડ યાર્ડના નામથી જાણીતી મેટે સોમવારે કોર્ટમાં પ્રભાવી ઢબે સ્વીકાર કર્યો કે તેણે જ્હોન્સન કેસમાં સંપૂર્ણ રીતે તપાસ કરી નહતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news