UK throuple relationship love story: શું તમે ક્યારેય થ્રપલ રિલેશનશીપ વિશે સાંભળ્યું છે ખરા? આ એક એવો સંબંધ હોય છે જેના વિશે બહુ ઓછા ભારતીયોને ખબર હશે. આ સંબંધમાં બે નહીં પરંતુ ત્રણ લોકો રોમેન્ટિક સંબંધમાં હોય છે. આવો જ એક રસપ્રદ કિસ્સો બ્રિટન (UK)થી સામે આવ્યો છે. જ્યાં એક પરણિત કપલે ફક્ત ઘરમાં જ નહીં પરંતુ પોતાના હ્રદયમાં પણ એક ત્રીજી વ્યક્તિને એન્ટ્રી આપી છે. આ અનોખો સંબંધ જો કે અનેક લોકો પચતો નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પતિને ખબર હતી કે પત્ની બાઈસેક્સ્યુઅલ છે
ઈસ્ટ સસેક્સમાં રહેતા ટોમ હિલયાર્ડ અને તેની પત્ની લેસ્લી કે જેની સાથે હવે એક મહિલા એમા કોમ્બર રહેવા લાગી છે. ધ મિરરમાં પ્રકાશિત એક રિપોર્ટ મુજબ આ થ્રપલ એક જ ઘરમાં પ્રેમથી જીવન જીવી રહ્યા છે. આ ત્રણેય બે વર્ષથી એક સાથે રહે છે. તેમણએ સોશિયલ મીડિયા દ્વારા પોતાના સંબંધ અંગે દુનિયાને જણાવ્યું છે. જો કે તમને જણાવી દઈએ કે આ પ્રકારના સંબંધોને કાયદાએ હજુ માન્યતા આપી નથી. 


વાત જાણે એમ છે કે ટોમને ખબર હતી કે તેની પત્ની લેસ્લી bisexual છે. તેમની વચ્ચે આ અંગે પહેલેથી જ ખુલીને લાંબી  ચર્ચા થઈ ચૂકી હતી. આવામાં ત્રણેય પરસ્પર સહમતિથી થ્રપલ રિલેશનશીપમાં રહી રહ્યા છે. થ્રપલ રિલેશનશીપ એટલે કે પરસ્પર સહમતિથી ત્રણ લોકોનું એક સાથે રહેવું. 


Abortion Pill: પ્રેગ્નન્સી રોકવાની આ દવા ચર્ચામાં, અમેરિકામાં પણ ન મળી શકી મંજૂરી? 


ખુલ્લામાં રહેવાનું, નથી છત કે દીવાલ..છતાં આ હોટલ માટે ખુબ પડાપડી, ખાસ જાણો ક્યાં છે


27 રાજ્યો અને 14 દેશનો જમાઈ! આ વ્યક્તિએ 32 વર્ષમાં કર્યા 100 લગ્ન, કોઈ ડિવોર્સ નહીં


કેવી રીતે બન્યા થ્રપલ?
એક સોશિયલ મીડિયા પોસ્ટમાં લેસ્લીએ જણાવ્યું કે તેના હસબન્ડે એક દિવસ મજાકમાં કહ્યું કે શું તને ગર્લફ્રેન્ડ જોઈએ છે? મે મજાકમાં હા કરી દીધી. ત્યારબાદ ગર્લફ્રેન્ડની શોધ શરૂ થઈ તો લેસ્લી એક LGBTQ+ ડેટિંગ એપ પર એક્ટિવ થઈ ગઈ. જ્યાં તેની મુલાકાત 31 વર્ષની એમા સાથે થઈ. જો કે આ બધુ એટલું પણ સરળ ન હતું. ત્રણેયને એકબીજા સાથે ભળતા થોડો સમય લાગ્યો. લેસ્લી અને ટોમે એ બધુ જ કર્યું જેથી કરીને એમાને તેમની વચ્ચે એડજસ્ટ થવામાં મદદ મળી. હવે એક પ્રકારે તેમની લાઈફ સેટલ થઈ ગઈ છે. બસ સમાજ તેમનો સંબંધ સ્વીકારી શકતો નથી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube