અમેરિકામાં MS નો અભ્યાસ કરવા માટે ગયેલી તેલંગણાની એક યુવતી ત્યાં ખુબ જ દયનીય હાલતમાં મળી છે. આ મહિલાનું નામ સૈયદા લુલુ મિન્હાઝ જૈદી છે. તેમના માતાએ ભારતના વિદેશમંત્રી એસ જયશંકરને એક પત્ર લખીને પોતાની દીકરીને હિન્દુસ્તાન પાછી લાવવા માટે મદદની અપીલ કરી છે. ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) ના નેતા ખલીકુર રહેમાનના ટ્વિટર પેજ પર આ પત્ર શેર કરવામાં આવ્યો છે. આ પત્રમાં મહિલાએ કહ્યું કે તેમની પુત્રી સૈયદા લુલુ મિન્હાઝ જૈદી ઓગસ્ટ 2021માં અમેરિકાના ડેટ્રોઈટમાં ટ્રાઈન યુનિવર્સિટીમાં MS નો અભ્યાસ કરવા માટે ગઈ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પત્રમાં છલક્યું દર્દ
જૈદીની માતાએ પત્રમાં લખ્યું કે, છેલ્લા બે મહિનાથી તે મારા સંપર્કમાં નહતી અને હવે હૈદરાબાદના બે યુવકો દ્વારા મને ખબર પડી કે મારી પુત્રી ડિપ્રેશનમાં છે અને તેની બધી વસ્તુઓ ચોરી  થઈ ગઈ છે. જેના કારણે ત્યાં તેની દયનીય હાલત થઈ ગઈ છે. તે શિકાગોના રસ્તાઓ પર જોવા મળી હતી.


રહેમાને પોતાના ટ્વિટર પેજ પર જાણકારી આપતા કહ્યું કે તે શિકાગોમાં મુકર્રમ નામના એક સોશિયલ વર્કર સાથે સંપર્ક કરી શક્યા છે. મુકર્રમ અને તેમના પરિવારે જૈદીની મુલાકાત કરી છે અને હાલ તેની એક સારી હોસ્પિટલમાં સારવાર થઈ રહી છે. રહેમાને એમ પણ કહ્યું કે તેમને એવું જણાવવામાં આવ્યું છે કે અમેરિકામાં નોકરી ન મળવાના કારણે આર્થિક સ્થિતિ ખરાબ હોવાથી તે ડિપ્રેશનમાં છે અને માનસિક રીતે અસ્થિર છે. 


ડિપ્રેશનમાંથી બહાર લાવવાની જરૂર
રહેમાને મુકર્રમના હવાલે કહ્યું કે ભારત પાછા આવવા માટે તેણે તરત ડિપ્રેશનમાંથી બહાર  કાઢવાની જરૂર છે. જ્યારે બીઆરએસ નેતાએ એમ પણ કહ્યું કે તેઓ વિદેશમંત્રી એસ જયશંકરને જૈદીના માતાને અમેરિકા જવામાં મદદ કરે એવી પણ અપીલ કરે છે. 


(ઈનપુટ- ન્યૂઝ એજન્સી ભાષા સાથે)


તથ્ય આજીવન જેલમાં સડે એવી પોલીસે કરી તૈયારી, જાણો કઈ-કઈ કલમો, શું છે સજાની જોગવાઈ   


ગુજરાતમાં આજે આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી, વાંચ્યા વગર બહાર ન નીકળતા                                                                                                                                     


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube