વોશિંગટન/પેઇચિંગઃ અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી પ્રચાર દરમિયાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કોરોના વાયરસ, તાઇવાન અને ભારતને લઈને ચીન પર જોરદાર હુમલો કર્યો હતો. ટ્રમ્પે કોરોના વાયરસને ચાઇના વાયરસ ગણાવ્યો હતો. હવે ચૂંટણી પરિણામમાં જો બાઇડેન જીત તરફ આગળ વધી રહ્યા છે. ચૂંટણી પ્રચાર દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે બાઇડેન પર ચીનને લઈને નરમ વલણ અપનાવવાનો આરોપ લગાવ્યો હતો પરંતુ નિષ્ણાંતોનું કહેવું છે કે જીત ગમે તેની થાય પરંતુ ચીની ડ્રેગનની ચિંતા વધવાની છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નિષ્ણાંતોનું કહેવું છે કે અમેરિકામાં જીત ભલે ટ્રન્પની થાય કે બાઇડેનની, બંન્ને વિસ્તારવાદી નીતિ અપનાવવામાં લાગેલા ચીન વિરુદ્ધ આક્રમક વલણ અપનાવશે. ટ્રમ્પે ચીનને લઈને હુમલો કર્યા બાદ બાઇડેને પણ ચીનને પાઠ ભણાવવાનું વચન આપ્યુ હતુ. ચીની મામલાના અમેરિકી નિષ્ણાંત મરિઓન સ્મિથે કહ્યુ કે, ચીન આજે અમેરિકા માટે સુરક્ષા, આર્થિક અને મૂલ્યો પ્રમાણે સૌથી મોટો ખતરો બની ગયું છે. 


જો બાઈડેને બરાક ઓબામાને પણ પાછળ છોડ્યા, અમેરિકી ઈતિહાસના તમામ રેકોર્ડ તોડ્યા


મરિઓન સ્મિથે કહ્યુ કે, બાઇડેનનો ચીન પર વધુ ભાર છે. સીનેટરથી લઈને ઉપરાષ્ટ્રપતિના પોતાના 45 વર્ષના રાજકીય કાર્યકાળમાં જો બાઇડેને ચીન અને અમેરિકા વચ્ચે એકજૂથતા પર ભાર આપ્યો હતો. વર્ષ 2013મા ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગે જો બાઇડેનને પોતાના જૂના મિત્ર ગણાવ્યા હતા. ત્યારબાદ બાઇડેન ચીન પ્રત્યે કડક વલણ અપનાવી શકે છે. પહેલાથી ચાલી રહેલો ચીનની સાથે તણાવ વધુ વધી શકે છે. 


તેમણે કહ્યું કે, બાઇડેનની ચીની નીતિ ટ્રમ્પ સાથે મળતી આવે છે. બાઇડેને કહ્યુ કે, તેઓ ચીન પર આર્થિક દબાવ બનાવી રાખશે. જો બાઇડેને જાહેરાત કરી કે ચીન વિરુદ્ધ અભિયાનમાં તે વૈશ્વિક સમન્યવને ટ્રમ્પથી વધુ પ્રોત્સાહન આપશે. જો બાઇડેને માનવાધિકારોના ઉલ્લંઘનના મુદ્દા પર ચીનની આકરી ટીકા કરી હતી. તેમમએ ઉઇગર મુસલમાનો પર અત્યાચારોને નરસંહાર ગણાવી દીધો હતો. 


US Election: જીત પાક્કી જોતા બાઈડેને ખુશ થઈને કરી આ ટ્વીટ, ટ્રમ્પે જવાબમાં શું કહ્યું તે જાણો


ચૂંટણી પ્રચાર દરમિયાન બાઇડેને ચીનને અમેરિકાનો સૌથી મોટો વિરોધી ગણાવ્યો હતો. તેમણે કહ્યું- મને લાગે છે કે સૌથી મોટો વિરોધી ચીન છે. અને તે વાત પર નિર્ભર કરે છે કે આપણે કઈ રીતે સંભાળીએ છીએ. તે નક્કી કરશે કે આપણે હરીફ છીએ કે આપણે તાકાતનો પ્રયોગ કરનાર વધુ ગંભીર હરીફ છીએ. તેમણે રશિયાને અમેરિકી સુરક્ષા માટે સૌથી મોટો ખતરો ગણાવ્યો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube