Gas Lift Hydraulics Bed: આજના સમયમાં હાઈડ્રોલિક બેડનો ટ્રેન્ડ વધી રહ્યો છે, કારણ કે તેમાં સારી સ્ટોરેજ કેપેસિટી સાથે બેડ઼માં ઘરની મોટાભાગની વસ્તુઓ રાખી શકાય છે. હવે હાઇડ્રોલિક સિસ્ટમ  (Ottoman Bed) સાથે બેડ આવવા લાગ્યા છે. જેના કારણે તેને ઉંચો અને નીચો કરવો હવે ખૂબ જ સરળ બની ગયું છે. પરંતુ, શું તમે ક્યારેય વિચાર્યું છે કે ખરાબ ઓટ્ટોમન બેડ (Ottoman Bed) કોઈનો જીવ પણ લઈ શકે છે. આવું જ કંઈક નોર્થ ઈસ્ટ ઈંગ્લેન્ડની 39 વર્ષની મહિલા સાથે થયું, જ્યારે તેનો હાઈડ્રોલિક બેડ તેની ગરદન પર પડ્યો અને તેનું મોત થઈ ગયું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહિલા બેડમાંથી વસ્તુઓ કાઢી રહી હતી
રિપોર્ટ અનુસાર, 39 વર્ષની બ્રિટિશ મહિલા હેલેન ડેવી બ્યુટી સલૂન ચલાવે છે. આ વર્ષે જૂનમાં, તે તેના હાઈડ્રોલિક બેડને (Ottoman Bed) ઊંચકીને અંદરથી કેટલીક વસ્તુઓ બહાર કાઢી રહી હતી. આ દરમિયાન બેડ તેના માથા પર પડ્યો અને તેનો જીવ જતો રહ્યો. તમને જણાવી દઈએ કે હાઈડ્રોલિક બેડમાં બેઝ હોય છે, જેને સામાન્ય રીતે ગેસ-લિફ્ટ હાઇડ્રોલિક સિસ્ટમનો  (Ottoman Bed) ઉપયોગ કરીને ઉઠાવી શકાય છે અને ઘરની વસ્તુઓને નીચે બનાવેલા સ્ટોરેજમાં રાખી શકાય છે. આજકાલ ઘરોમાં જગ્યાના અભાવે આ પ્રકારના બેડનું ચલણ વધી રહ્યું છે. ગાદલાથી લઈને ઓશિકા લોકો બેડની અંદર જ મૂકી રાખે છે. 


બેડનો એક પિસ્ટન ખરાબ હતો
કોરોનર જેરેમી ચિપરફિલ્ડે (Coroner)તેના અહેવાલમાં જણાવ્યું હતું કે હેલેન ડેવીના બેડ પરના બે ગેસ-લિફ્ટ પિસ્ટનમાંથી એક ખરાબ હતો. જેના કારણે બેડ તેના ગરદન પર પડ્યો હતો. અને તેની ગરદન બેડ વચ્ચે ફસાઈ ગઈ હતી. જે બેડના ગાદલા સહિતના વજનને કારણે પોતાને મુક્ત કરવામં નિષ્ફળ રહી અને બેડમાં ફસાઈ જવાને કારણે તેનું મોત થઈ ગયું હતું. બાદમાં તેની પુત્રી એલિઝાબેથે CPR આપવાનો પ્રયાસ કર્યો હતો પણ તે માતાનો જીવ બચાવી શકી ન હતી. તેના શ્વાસ અટકી ગયા હતા. 


એલિઝાબેથે કહ્યું, 'કોઈક રીતે હું મારી માતાને બહાર કાઢવામાં સફળ રહી. આ પછી મેં જોયું કે તેનો ચહેરો વાદળી થઈ ગયો હતો અને બેડની ફ્રેમના કારણે તેની ગરદન પર સ્પષ્ટ નિશાન હતા. મને ડર હતો કે તે મૃત્યુ પામી છે કારણ કે તેને બહાર કાઢવા છતાં તે રિસ્પોન્સ કરી રહી ન હતી. પરંતુ, તેમ છતાં મેં હાર ન માની અને CPR આપવાનું શરૂ કર્યું, પરંતુ તેનો જીવ બચાવી ન શકાયો. 


આ બાબતમાં કાર્યવાહી ખૂબ જ જરૂરી
Coroner જેરેમી ચિપરફિલ્ડે યુકેના બિઝનેસ સેક્રેટરી જોનાથન રેનોલ્ડ્સને લખેલા પત્રમાં ચિંતા વ્યક્ત કરી છે કે ગેસ પિસ્ટન બેડ સિસ્ટમના ઉપયોગ પર કાર્યવાહી ન કરાઈ તો આ હાઈડ્રોલિક બેડ ભવિષ્યમાં વ્યક્તિઓના મોતનું કારણ બની શકે છે. 


રોયલ સોસાયટી ફોર ધ પ્રિવેન્શન ઓફ એક્સિડન્ટ્સ (RoSPA), સરકારી એજન્સીઓ દ્વારા એકત્રિત કરવામાં આવેલા મૃત્યુના કારણોના તેના વિશ્લેષણને ટાંકીને સીએનએનને જણાવ્યું હતું કે 2022 માં યુકેમાં 147 લોકોના બેડ માથા પર પડવાથી મોત થયા છે. અન્ય 18 લોકોના મોત બેડમાં આકસ્મિક ગૂંગળામણ અથવા ગળું દબાઈ જવાથી થયા છે. જો તમે પણ ઘરમાં હાઈડ્રોલિક બેડ બનાવવા માગતા હો કે તમારા ઘરમાં બેડ હોય તો એની ક્વોલિટી ચેક કરી લેજો. 


આ બેડના પિસ્ટન એ ખરાબ થવાનો ખતરો રહે છે. તમે બેડ ઉંચો કર્યા બાદ જો અંદર નીચા નમીને કામ કરવા જશો તો બેડ સીધો માથા પર પડવાનો ભય રહે છે. ઘણા ઘરોમાં આ બેડ ઉંચો થાય ત્યારે બાળકો રમવા માટે બેસી જતા હોય છે આ એક મોટો ખતરો છે. જો તમારા ઘરે પણ આ બેડ હોય તો એના પિસ્ટનની ખાતરી કરી લેવી એ જરૂરી છે.