Lifestyle: એવા ઘણા લોકો હોય છે જે વિદેશમાં સ્થાયી થવાની ઈચ્છા ધરાવે છે. પરંતુ દેશ છોડીને વિદેશમાં સ્થાયી થવું સરળ નથી હોતું. વિદેશમાં સ્થાયી થવામાં સૌથી મોટી સમસ્યા પૈસાની નડે છે. વિદેશમાં સ્થાયી થવું હોય તો લાખો રૂપિયાનો ખર્ચ કરવો પડે છે. પરંતુ શું તમે જાણો છો કે એક દેશ એવો પણ છે જ્યાં તમે શિફ્ટ થશો તો તમને સામેથી સરકાર 71 લાખ રૂપિયા આપશે ? આ વાત પર વિશ્વાસ ન આવતો હોય તો ચાલો તમને જણાવીએ એ દેશ વિશે જ્યાં સ્થાયી થવા માટે તમને લાખો રૂપિયા મળશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


દેશના આ મંદિર છે વિદેશી પર્યટન સ્થળ કરતાં પણ વધારે સુંદર, એકવાર તો જવું જ જોઈએ...


કુદરતના ખોળે વસેલી આ જગ્યાઓ છે સોમનાથથી સાવ નજીક, આ બીચ તો ગોવાને પણ ટક્કર મારે તેવો


ભારતની આ જગ્યાનું રહસ્ય વૈજ્ઞાનિકો પણ શોધી શક્યા નથી, અહીં ગયા પછી પરત આવવું અશક્ય


લોકોને સ્થાયી થવા માટે લાખો રૂપિયા આપતો દેશ છે આયર્લેન્ડ. આયર્લેન્ડ સરકારે દુનિયાના દરેક વ્યક્તિ માટે આ ઓફર મૂકી છે. આ ઓફર આપવાનું કારણ એ છે કે સરકાર પોતાના દેશમાં આબાદી વધારવા ઈચ્છે છે. સરકાર ઈચ્છે છે કે મોટી સંખ્યામાં લોકો અહીં સ્થાયી થાય. તેથી સરકારે અહીં આવનાર લોકોને આર્થિક મદદ કરવાનો નિર્ણય કર્યો છે.


સરકાર આપે છે 80,000 યૂરો


આ વાતનો ઉલ્લેખ આયર્લેન્ડ સરકારની ઓફિશિયલ વેબસાઈટ પર કરવામાં આવ્યો છે. સરકારે આ ઓફર ઓર લિવિંગ આઇલેન્ડ પોલીસી હેઠળ શરૂ કરી છે. આ પોલીસી નો ઉદ્દેશ છે કે ઓછી જનસંખ્યા વાળી જગ્યા અને ખાલી થયેલા દ્વીપો પર લોકો ફરીથી આવીને વસે. આ પોલીસી હેઠળ 30 દ્વીપનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ જગ્યાઓ એવી છે જે મુખ્ય ભૂમિથી કનેક્ટેડ નથી. આ જગ્યાઓમાં રહેતા સમુદાયની મદદ કરવાની નીતિ સરકારે અપનાવી છે. તેથી સરકાર આ દ્વીપો પર આવીને વસનાર લોકોને 71 લાખ આપશે.


સરકારની શરત


71 લાખ રૂપિયા મેળવીને આયર્લેન્ડમાં સ્થાયી થનાર નવા લોકોએ સૌથી પહેલા 30 દ્વીપો માંથી કોઈ એક પર પ્રોપર્ટી ખરીદવી પડશે. આ પ્રોપર્ટી એવી હોવી જોઈએ જેનું નિર્માણ 1993 પહેલા કરવામાં આવ્યું હોય અને તે બે વર્ષથી ખાલી હોય. સાથે જ સરકાર જે 71 લાખ રૂપિયા આપે તેનો ઉપયોગ ખરીદવામાં આવેલી પ્રોપર્ટીના મેન્ટેનન્સ માટે કરવામાં આવે. 


1 જુલાઈ છે અંતિમ તારીખ


આયર્લેન્ડ સરકારની આ શરત મંજૂર હોય અને જે વ્યક્તિને આ દેશમાં સ્થાયી થવું હોય તેણે 1 જુલાઈ સુધીમાં અપ્લાય કરવું જરૂરી છે.