ભારતની આ જગ્યાનું રહસ્ય વૈજ્ઞાનિકો પણ શોધી શક્યા નથી, અહીં ગયા પછી પરત આવવું અશક્ય, તમે જાણો છો કઈ છે આ જગ્યા ?
Shangri La Valley of India: એક રહસ્યમય જગ્યા ભારતમાં પણ આવેલી છે. આ જગ્યાને ભારતનું બરમુડા ટ્રાયેંગલ કહેવાય છે. કારણ કે અહીંથી પરત આવવું અશક્ય છે. જે અહીં જાય છે તેનું અસ્તિત્વ દુનિયામાંથી ખતમ થઈ જાય છે.
Trending Photos
Shangri La Valley of India: એટલાન્ટિક સાગરમાં પાંચ લાખ સ્ક્વેર કિલોમીટરના ક્ષેત્રમાં બરમુડા ટ્રાયેંગલ આવેલું છે. આ રહસ્યમય જગ્યા અત્યાર સુધીમાં હજારો જહાજ અને વિમાનને ગળી ચૂકી છે. અહીંથી પસાર થતા જહાજ અને વિમાન ક્યાં જાય છે તે કોઈને ખબર પડતી નથી. આજ સુધી કોઈપણ આ રહસ્યને ઉકેલી શક્યું નથી. જોકે આવી એક રહસ્યમય જગ્યા ભારતમાં પણ આવેલી છે. આ જગ્યાને ભારતનું બરમુડા ટ્રાયેંગલ કહેવાય છે. અહીંથી પરત આવવું અશક્ય છે.
આ ખતરનાક અને રહસ્યમય જગ્યા તિબેટ અને અરુણાચલ પ્રદેશની સરહદે આવેલી છે. જેનું નામ શાંગરી લા ઘાટી છે. આ ઘાટીના રહસ્યો વિશે આજ સુધી કોઈ જાણી શક્યું નથી. કહેવાય છે કે આ ખતરનાક જગ્યા પર જો કોઈ જાય છે તો પરત આવી શકતું નથી.
આ પણ વાંચો:
આ રહસ્યમય જગ્યાને લોકો બીજી દુનિયા પણ કહે છે. તિબેટ ના સાધકો આ અંગે આવી માન્યતા ધરાવે છે. અહીંની સ્થાનિક લોકવાયકા અનુસાર આજ જગ્યા ખૂબ જ પવિત્ર છે. પરંતુ આ જગ્યાની ચકાસણી કરવા કોઈ ત્યાં જવાનો પ્રયત્ન કરતું નથી. માન્યતા છે કે જે વસ્તુ કે વ્યક્તિ અહીં જાય છે તેનું અસ્તિત્વ દુનિયામાંથી ગાયબ થઈ જાય છે.
કેટલાક સાહિત્યકારોએ પણ આ જગ્યાનો ઉલ્લેખ તેમના પુસ્તકોમાં કર્યો છે. પુસ્તકોમાં પણ લખવામાં આવ્યું છે કે ભારતની આ એક એવી જગ્યા છે જ્યાં ભૂલથી પણ કોઈ જાય તો પરત આવી શકે નહીં. માનવામાં એવું પણ આવે છે કે આ ઘાટીમાં સમય અટકી જાય છે. આજ કારણ છે કે આ ઘાટી ઉપરથી કોઈ પ્લેન પસાર થતું નથી.
તિબેટના વિદ્વાનોનું માનવું છે કે આ ઘાટીનો સંબંધ અન્ય કોઈ લોક સાથે છે. અહીં ન તો સૂર્યપ્રકાશ મળે છે તો ચંદ્રની રોશની. આ ઘાટીમાં ચારે તરફ વિચિત્ર પ્રકાશ ફેલાયેલો હોય છે અને અલગ પ્રકારની જ શાંતિ હોય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે