નવી દિલ્હી : કોરોના સંકટ અને લોકડાઉન વચ્ચે શુક્રવારે પવિત્ર રમઝાન મહિનાની શરૂઆત થઇ ચુકી છે. ગુરૂવારે રમઝાનને ચાંદ દેખાયો. શુક્રવારથી જ માહ એ રમઝાન ચાલુ થઇ ચુક્યું છે. મોટા ભાગનાં દેશોમાં સંક્રમણને અટકાવવા માટે પ્રતિબંધો લગાવાયા છે. એવામાં લોકો પોતાનાં ઘરોમાં જ નમાઝ પઢી રહ્યા છે. પરંતુ પાકિસ્તાન જેવા અનેક દેશોમાં મસ્જિદોમાં સામુહિક નમાજ થઇ. અહીં ઇમામ વડાપ્રધાન ઇમરાન ખાનનાં ઘરમાં રહીને નમાઝ પઢવાનો નિર્ણય માનવા માટે તૈયાર નથી. ડબલ્યુએચઓએ પણ રમઝાન દરમિયાન કોઇ કાર્યક્રમમાં ભાગ લેવા અને સમુહમાં નમાઝ પઢવા પર પ્રતિબંધ લગાવવા માટે કહ્યું છે. ભારતમાં પણ કોરોના વાયરસનાં કારણે પ્રતિબંધોના કારણે તરાવીહ અને નમાઝ ઘરોમાં થશે. ઇફ્તાર પણ નહી થાય.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સઉદી અરબમાં નિયમોનું સંપુર્ણ પાલન
મક્કા અને મદીનામાં નમાઝ પાઢવા અને ઉમરા અટકાવી દીધું છે. બંન્ને પવિત્ર સ્થળોને સમગ્ર રમઝાન મહિના માટે બંધ કરી દેવાયું છે. સઉદી અરબના કિંગ સલમાનના અનુસાર આ વખતે રમઝાન પર તેઓ ખુબ જ દુખી છે. કારણ કે લોકો મસ્જિદોમાં નમાઝ નહી પઢી શકે. 

પાકિસ્તાનમાં ઇમામોનાં દબાણમાં સરકારે નમતુ જોખ્યું અને મસ્જિદોમાં નમાજ થઇ
અહીં કોરોના સંકટને પહોંચી વળવા માટે ઇમરાન સરકાર ફેલ સાબિત થઇ રહી છે. ઇમામોએ સરકાર પર દબાણ કરીને સમુહમાં નમાઝ પર પ્રતિબંધ હટાવી લીધો છે. જો કે સરકારે ઘરમાં જ રહીને નમાઝ પઢવાનો નિર્ણય લીધો છે. મસ્જિદોમાં નમાજને સશર્ત મંજુરી આપવામાં આવી છે. ડોક્ટર્સે સરકારને સામુહિક નમાઝની મંજુરી રદ્દ કરવા માટેની અપીલ કરી હતી. એફએટીએફનાં દબાણમાં અહીં પંજાબ પ્રાંતની સરકારે લોકોને આતંકવાદી સંગઠન લશ્કર એ તૈયબા અને જૈશ એ મોહમ્મદને જકાત નહી આપવા માટે કહ્યું છે. અહીં ગૃહ વિભાગે પ્રતિબંધિત સંગઠનોની એક યાદી બહાર પાડી છે. તેમાં બલુચિસ્તાન રિપબ્લિકન આર્મી અને અન્ય અનેક બલુચ સંગઠો સાથે જ લશ્કર એ ઝાંગવી, અલકાયદા જેવા સંગઠનોનો પણ સમાવેશ થાય છે. સરકારના અનુસાર જે લોકો આ સંગઠનોને જકાત આપશે તેમની વિરુદ્દ કાર્યવાહી થશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube