ઇસ્લામાબાદ: ભયંકર આર્થિક સંકટ સામે લડી રહેલા પાકિસ્તાન માટે રાહતના મોટા સમાચાર આવ્યા છે. વડાપ્રધાન ઇમરાન ખાન દ્વારા વારંવાર કરવામાં આવેલી અપીલને આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (આઇએમએફ) એ સ્વીકાર કરી લીધી છે. પાકિસ્તાન અને આઇએમએફની વચ્ચે રવિવારે એક કરાર થયો, જેના અંતર્ગત આઇએમએફ ખરાબ અર્થતંત્રવાળા આ દેશને ત્રણ વર્ષોમાં 6 અબજ ડોલરનું ‘બેલઆઉટ પેકેજ’ આપશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: VIDEO: અદ્ભુત... આગળનો લેન્ડિંગ ગિયર ફસાયો અને પાયલોટની સુઝબુઝ જોઇ તમે કહેશો વાહ...


પાકિસ્તાની ન્યૂઝ એજન્સી ‘ડોન ન્યૂઝ’એ નાણા, આવક અને આર્થિક બાબતો પર પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનના સલાહકાર ડૌ અબ્દુલ હફિઝ શેખના અહેવાલથી તેમના એક સમાચારમાં જણાવ્યું હતું કે સ્ટાફ સ્તર પર થયેલા આ કરારને હજુ વોશિંગટનમાં આઇએમએફ બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની ઔપચારિક મંજૂરી હજુ સુધી પ્રાપ્ત થઈ નથી.


વધુમાં વાંચો: સિંગાપુરમાં દુર્લભ વાયરસ ‘મંકીપોક્સ’નો પ્રથમ કિસ્સો સામે આવ્યો


તમને જણાવી દઇએ કે, પાકિસ્તાનની અર્થવ્યવસ્થાની વૃદ્ધી દર 2018-19થી લક્ષ્યથી લગભગ અળધી એટલે કે, 3.3 ટકા રહી છે જે 6.2 ટકાના લક્ષ્યથી આડધાથી થોડી ઉપર છે. વડાપ્રધાન ઇમરાન ખાન સરકારના કાર્યકાળ પહેલા વર્ષમાં દરેક પ્રમુખ ક્ષેત્રોમાં તેનું પ્રદર્શન નબળું રહ્યું હતું. મીડિયાના સમાચારમાં શુક્રવારે આ જાણકારી આપી હતી.


વધુમાં વાંચો: હાથના કર્યા હૈયે વાગે: આતંકવાદના એક્સપોર્ટર પાકિસ્તાનમાં 26/11 જેવો હુમલો


આર્થિક વૃદ્ધી દરના આંકડા એવા સમયે આવ્યા છે, જ્યારે પાકિસ્તાનની તહરીફ-એ-ઇન્સાફ સરકાર આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (આઇએમએફ) થી રાહત પેકેજ માટે વાતચીત કરી રહી છે જેનાથી દેશને આર્થિક સંકટથી બહાર કાઢી શકાય.


વધુમાં વાંચો: દુનિયાના ખુશહાલ દેશના PM તણામુક્ત રહેવા શું કરે છે એ જાણીને તમે પણ રહી જશો ચકિત !


ડોનના સામાચાર અનુસાર યોજના, વિકાસ અને સુધારા સચિવ ઝફર હસનની આગેવાનીમાં રાષ્ટ્રીય લેખા સમિતિની સમીક્ષા બેઠકમાં 2018-19ના આંકડા જાહેર કરવામાં આવ્યા. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, સરકારને કૃષિ ક્ષેત્રમાં 3.8 ટકા, ઉદ્યોગમાં 7.36 ટકા અને સેવાઓમાં 6.5 ટકા વૃદ્ધીની આશા હતી. જેનાથી તે 6.2 ટકાના લક્ષ્ય સુધી પહોંચી શકે.


વધુમાં વાંચો: પાકિસ્તાન વિદેશી દેવામાં એટલું ગળાડૂબ છે કે ઈમરાનને નાકે આવી જશે દમ


રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, લક્ષ્યની સરખામણીએ કૃષિ ક્ષેત્રે વૃદ્ધિ દર માત્ર 0.85 ટકા રહ્યો. ઉદ્યાગ અને સેવા ક્ષેત્રમાં વૃદ્ધિ દર ક્રમશ: 1.4 ટકા અને 4.7 ટકા રહ્યો છે.


જુઓ Live TV:-


વર્લ્ડના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...