દુનિયાના ખુશહાલ દેશના PM તણામુક્ત રહેવા શું કરે છે એ જાણીને તમે પણ રહી જશો ચકિત !

સમગ્ર દુનિયામાં Happiness Indexમાં ટોચના ક્રમમાં આવતા ભુટાન દેશના વડાપ્રધાનની પોતાને તણાવમુક્ત રાકવાની રીત સૌથી અનોખી છે, કદાચ દુનિયાના એક પણ દેશનો વડો આ કામ નહીં કરતો હોય....

દુનિયાના ખુશહાલ દેશના PM તણામુક્ત રહેવા શું કરે છે એ જાણીને તમે પણ રહી જશો ચકિત !

થિમ્પુઃ આજકાલની અત્યંત વ્યસ્ત જીવનશૈલીમાં ખુદને તણાવમુક્ત રાખવા માટે લોકો તમામ પ્રકારના પ્રયાસ કરતા રહે છે. જોકે, સમગ્ર દુનિયામાં Happiness Indexમાં ટોચના ક્રમમાં આવતા ભુટાન દેશના વડાપ્રધાનની પોતાને તણાવમુક્ત રાકવાની રીત સૌથી અનોખી છે, કદાચ દુનિયાના એક પણ દેશનો વડો આ કામ નહીં કરતો હોય. ભુટાનના વડાપ્રધાનનું નામ છે લોટે શેરિંગ અને તેઓ તણાવ દૂર કરવા માટે તબીબ તરીકે હોસ્પિટલમાં સેવાઓ આપે છે, સર્જરી કરે છે. 

ગયા વર્ષે જ તેઓ ભુટાનના વડાપ્રધાન તરીકે ચૂંટાયા છે. 50 વર્ષના શેરિંગે જણાવ્યું કે, "તણાવ દૂર કરવા માટે કેટલાક લોકો ગોલ્ફ રમે છે, કેટલાક તીરંદાજી કરે છે, કેટલાક સ્વિમિંગ કરતા હોય છે, પરંતુ મને તો ઓપરેશન કરવાનું સારું લાગે છે. હું મારા અઠવાડિયાના અંતિમ દિવસો હોસ્પિટલમાં જ વિતાવું છું."

ભુટાનની 'જિગમે દોરજી વાંગચૂક નેશનલ રેફરલ હોસ્પિટલ'માં કોઈ પણ વ્યક્તિ વડાપ્રધાનને કામ કરતા જોઈને આશ્ચર્યચકિત થતો નથી. અહીં શેરિંગ દ્વારા તબીબી સેવાઓ આપવી એક સામાન્ય બાબત છે. કર્મચારીઓથી માંડીને નાગરિકો સુધી દરેક વ્યક્તિ તેમને એક સામાન્ય ડોક્ટર તરીકે જ જૂએ છે. 

ઉલ્લેખનીય છે કે, ભૂટાન અનેક બાબતોમાં દુનિયાના અન્ય દેશો કરતાં અલગ છે. તેણે આર્થિક વિકાસને બદલે પોતાના નાગરિકોની ખુશી પર ધ્યાન કેન્દ્રીત કરેલું છે અને આ જ તેની પ્રાથમિક્તા છે. વિશ્વમાં Happiness Indexમાં ટોચના દેશોની યાદીમાં આવતા ભુટાનની ખુશીનું કારણ પર્યાવરણ સંરક્ષણ છે. આ દેશમાં મોટાભાગે ઓર્ગેનિક ખેતી જ કરવામાં આવે છે. તેમના રાજા પણ તેની પ્રજાની સતત ચિંતા કરતા રહે છે. 

વડાપ્રધાન શેરિંગે વધુમાં જણાવ્યું કે, "હોસ્પિટલમાં દર્દીઓની તપાસ કરીને તેમનો ઈલાજ કરવાથી મારા મનને ખુબ જ શાંતિ મળે છે. એ જ રીતે હું સરકારમાં પણ નીતિઓને ચકાસીને તેમને વધુ સારી કરવાનો પ્રયાસ કરું છું."

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news