ભારત-ચીન વચ્ચે 9મા તબક્કાની કોર્પ્સ કમાંડર સ્તરની બેઠક આજે, શું બની શકશે સહમતિ?
. આ બેઠક સવારે 9 વાગે ચુશૂલના બીજી તરફ ચીનના મોલડોમાં શરૂ થશે. આ વાર્તાનો લક્ષ્ય બંને દેશો વચ્ચે સંઘર્ષ પર વિરામ લગાવતાં સમાધાન કાઢવાનો છે.
નવી દિલ્હી: ભારત અને ચીન વચ્ચે પૂર્વી લદ્દાખ (East Ladakh)માં ચાલી રહેલા તણાવને લઇને 9મા તબક્કાની કોર કમાંડર બેઠક (Corps Commander Meeting) રવિવારે થવા જઇ રહી છે. આ બેઠક સવારે 9 વાગે ચુશૂલના બીજી તરફ ચીનના મોલડોમાં શરૂ થશે. આ વાર્તાનો લક્ષ્ય બંને દેશો વચ્ચે સંઘર્ષ પર વિરામ લગાવતાં સમાધાન કાઢવાનો છે.
ગત 8 વાર્તામાં ન મળી સફતા
ગત 8 મહિનાથી ચાલી રહેલા આ ગતિરોધ પર સમાધાન માટે ઘણા તબક્કાની રાજકીય અને સૈન્ય વાર્તા થઇ ચૂકી છે. પરંતુ હજુ સુધી કોઇ મોટી સફળતા પ્રાપ્ત થઇ નથી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવએ શુક્રવારે કહ્યું હતું કે 'બંને પક્ષોએ જલદી જ વરિષ્ઠ કમાંડર સ્તરની બેઠકના આગામી તબક્કાની બેઠક આયોજિત કરવા પર સહમતિ વ્યક્ત કરી છે અને અમે આ સંબંધમાં રાજકીય અને સૈન્યના માધ્ય્મમથી નજીકના સંપર્કમાં છીએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube