ઇસ્લામાબાદ : પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને દેશનાં લોકોને કર માફી યોજનાનો લાભ ઉઠાવવા અને 30 જુન સુધીમાં પોતાની જાહેર નહી કરેલી સંપત્તીઓનો ખુલાસો કરવા માટે જણાવ્યું છે. વડાપ્રધાને લોકોને કહ્યું કે, તેઓ પોતાના બેહિસાબ સંપત્તીની જાહેરાત કરીને દેશનાં વિકાસમાં યોગદાન કરે જે ગંભીર આર્થિક સંકટ સામે લડી રહ્યા છે. નાણાકીય વર્ષ 2019-20નાં બજેટ પહેલા રાષ્ટ્રને સંબોધિત કરતા ખાને કહ્યું કે, જો આપણે મહાન દેશ બનવું હોય તો આપણે પોતાની જાતને બદલવી પડશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ VIDEOના કારણે કઠુઆ કેસમાં જંગોત્રા નિર્દોષ સાબિત થયો
વિદેશમાં છુપાવેલા નાણા જાહેર કરવા માટે 30 જુન સુધીનો સમય
ખાને કહ્યું કે, હું તમને બધાને અપીલ કરુ છું કે આપણે જે આવક જાહેરાત યોજના લાવ્યા છીએ તમે તેનો હિસ્સો બની જશો. જો આપણે કરની ચુકવણી નહી કરીએ તો પોતાનાં દેશને આગળ નહી વધારી શખો. વડાપ્રધાને કહ્યું કે, લોકોની પાસે પોતાની બેનામી સંપત્તી, બેનામી બેંક ખાતા અને વિદેશમાં મુકેલા નાણાની જાહેરાત કરવા માટે 30 જુન સુધીનો સમય છે. ખાને કહ્યું કે, 30 જુન બાદ તમારે તેના માટે વધારાની તક નહી મળે. 


કઠુવા મુદ્દે ઓવૈસીનું ભાજપ પર નિશાન, તેના મંત્રી આરોપીઓનાં સમર્થનમાં કેમ ?
US વધારશે ભારતની શક્તિ, Skyline ઘૂસણખોરી કરતા જ દુશ્મનનો થશે નાશ!
એજન્સીઓ પાસે બેનામી ખાતાઓ અને સંપત્તીઓ અંગે સંપુર્ણ માહિતી
ખાને કહ્યું કે, આ યોજના તેમની પાસે ઉપલબ્ધ નહોતી, એટલા માટે તેનો લાભ ઉઠાવો. પાકિસ્તાનને લાભ આપો અને પોતાનાં બાળકોનું ભવિષ્ય સુરક્ષીત કરો. તેમને એક તક આપો કે તેઓ આ દેશને પોતાના પગ પર ઉભો થઇ શકે. અહીંના લોકોને ગરીબીમાંથી બહાર કાઢી શકાય.