ઇસ્લામાબાદ : પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને ઇફ્તાર માટે ઇસ્લામાબાદમાં એકત્રીત થયેલ વિપક્ષી પાર્ટીઓ પર નિશાન સાધતા તેમને દેશની આર્થિક કંગાલી અને ભારે વિદેશી દેવા માટે જવાબદાર ઠેરવ્યા હતા. પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝ (પીએમએલ-એન)ની નેતા મરિયમ નવાઝે એકતા પ્રદર્શિત કરવા માટે પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી) ના પ્રમુખ બિલાવલ ભુટ્ટો સાથે તેમની તરફી રવિવારે અપાયેલ ઇફતાર પાર્ટીમાં મુલાકાત કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સિદ્ધુ પાસે હવે ઇમરાન ખાનની પાર્ટી જોઇન કર્યા સિવાય કોઇ વિકલ્પ નહી: અનિલ વિજનો વ્યંગ

આ પહેલી વખત છે જ્યારે મરિયમનું  બિલાવલ સાથે આમનો સામનો થયો જેની દિવંગત માં બેનરજીર ભુટ્ટો જેલમાં પુરાયેલ પૂર્વ વડાપ્રધાન વાઝ શરીફના પ્રતિદ્વંદી હતા પરંતુ ત્યાર બાદ બંન્ને સૈન્ય શાસક પરવેઝ મુશર્રફની વિરુદ્ધ એક બીજા સાથે હાથ મિલાવી લીધો હતો. ઇફતાર રાત્રી ભોજનમાં આવામી નેશનલિસ્ટ પાર્ટી નેતા અસફંદિયાર વલી, પશતુનખા મિલી આવામી પાર્ટીના પ્રમુખ મહેમુદ ખાન અચકજઇ સહિત વિપક્ષનાં અન્ય નેતામાં જોડાયા હતા. ખાને કહ્યું કે, આ લોકો ( વિપક્ષી નેતા) લોકશાહીના બચાવનાં નામે એકત્રીત થયા. અસલમાં તેઓ દેશમાં હાલમાં પેદા થયેલા સંકટ માટે જવાબદાર છે. 


હાઇકોર્ટે કમલ હાસનની ઝાટકણી કાઢી, લોકો વચ્ચે ધૃણાના બીજ ન ઉગાડો
પોલના પરિણામો પટ'નાયક' બદલ્યા, સરકાર બનાવવામાં NDAનો સાથ આપી શકે છે
ખાને કહ્યું કે, પાકિસ્તાન તહરીક એ ઇંસાફ સરકારે એવા આકરા સમયમાં કાર્યભાર સંભાળ્યો જ્યારે દેશનું દેવું ઐતિહાસિક રીતે વધી ગયું હતું. તેમણે કહ્યું કે, રાષ્ટ્ર પ્રગતિ માટે આશાન્વિત છે અને તેઓ સાબિત કરશે કે પાકિસ્તાન ક્ષેત્ર હંમેશા માટે ટોપ પર રહેશે.