સિદ્ધુ પાસે હવે ઇમરાન ખાનની પાર્ટી જોઇન કર્યા સિવાય કોઇ વિકલ્પ નહી: અનિલ વિજનો વ્યંગ
Trending Photos
નવી દિલ્હી : હરિયાણા સરકારના સ્વાસ્થય અને રમત મંત્રી અનિલ વિજ પોતાનાં નિવેદનનાં કારણે સમાચારમાં રહે છે. વિઝે આ વખતે કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુ પર નિશાન સાધ્યું છે. વિઝે કહ્યું કે, સિદ્ધુએ ભાજપ અને કોંગ્રેસ બંન્ને પાર્ટીઓને અપમાનીત કરી છે. એવામાં તેની પાસે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનની પાર્ટી તહરીક એ ઇંસાફમાં જવાનો જ વિકલ્પ બચે છે.
પંજાબને મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ પણ કોંગ્રેસ નેતા નવજોતસિંહ સિદ્ધુના મુદ્દે નારાજગી વ્યક્ત કરી ચુક્યા છે. પંજાબમાં અંતિમ તબક્કાનાં મતદાન વચ્ચે સિદ્ધુ અને કેપ્ટન અમરિંદર વચ્ચે નિવેદનબાજી થઇ જેનું નુકસાન પાર્ટીએ ચુંટણીમાં ભોગવવું પડી શકે છે. અમરિંદર સિંહે 19 મેના રોજ કહ્યું હતું, સિદ્ધુ મુખ્યમંત્રી બનવા માંગે છે, બિનજવાબદારીપુર્ણ હરકતોથી કોંગ્રેસને નુકસાન પહોંચાડ્યું છે. સિંહે કહ્યું કે, તેના પર્યટન અને સંસ્કૃતી મંત્રી સાથે કોઇ વ્યક્તિગત મતભેદ નથી. જો કે તેમણે કહ્યું કે, સિદ્ધુ કદાચ મહત્વકાંક્ષી છે અને તે મુખ્યમંત્રી બનવા માંગે છે.
સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે આપેલા વિવાદિત નિવેદનનાં પ્રાયશ્ચિત માટે 63 કલાકનું મૌન
પોતાના જ લોકોના નિશાન પર સિદ્ધુ
પંજાબના સ્વાસ્થય મંત્રી બ્રહ્મા મોહિન્દ્રએ સિદ્ધુની ટીકા કરી હતી. તેમણે કહ્યું કે, તેઓ અને મંત્રીમંડળનાં અન્ય સહયોગી પાર્ટીને અને નુકસાન પહોંચાડવાથી સિદ્ધુને અટકાવવા માટે કોંગ્રેસ હાઇકમાન્ડને લખશે. વિપક્ષી શિરોમણી અકાલી દળ (શિઅદ)ના વરિષ્ઠ નેતા વિક્રમ સિંહ મજીઠિયાએ મુખ્યમંત્રી અને સિદ્ધુ વચ્ચે તણાવના મુદ્દે કહ્યું કે, બંન્ને નેતાઓ વચ્ચે સંપુર્ણ રીતે વિશ્વાસનો ઘટાડો છે અને તેઓ એક બીજા પર આરોપ લગાવી રહ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે