નવી દિલ્હી: કાશ્મીર પર ભારતે લીધેલા નિર્ણય બાદ પાકિસ્તાન આમ તો ખુબ મોટી મોટી વાતો કરી રહ્યું છે, ભારતને યુદ્ધની પોકળ ધમકીઓ આપી રહ્યું છે પરંતુ બીજી બાજુ તેની આર્થિક સ્થિતિ એટલી ખરાબ છે કે વડાપ્રધાન સુદ્ધા વીજળીના સંકટ સામે ઝઝૂમી રહ્યાં છે. કંગાળ થવાની કગાર પર ઊભેલા પાકિસ્તાનની આર્થિક બદહાલીની સ્થિતિ કેટલી ગંભીર છે તે એ વાતથી સમજી શકાય કે બિલ ચૂકવવાના પણ  ફાંફા હોવાના કારણે પાકિસ્તાની વડાપ્રધાનના સચિવાલયની વીજળી કાપવાની સ્થિતિ પેદા થઈ ગઈ છે. કાશ્મીર મામલે ભારત સાથે અંતિમ યુદ્ધ કરવાની ધમકી આપવામાં વ્યસ્ત પાકિસ્તાની શાસકો પાસે કદાચ પોતાની જ ઓફિસના બિલ ભરવાનો કાં તો સમય નથી અને કાં તો પૈસા નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

VIDEO : ઈમરાન ખાનના મંત્રીનું ભડકાઉ નિવેદન- 'ઓક્ટોબર-નવેમ્બરમાં ભારત-પાક વચ્ચે લડાશે યુદ્ધ'


આ જ કારણે ઈસ્લામાબાદ ઈલેક્ટ્રિક સપ્લાય કંપનીએ વડાપ્રધાન કાર્યાલયની વીજળી કાપવા માટે નોટિસ મોકલવા મજબુર થવું પડ્યું. 'એક્સપ્રેસ ન્યૂઝ'ના રિપોર્ટ મુજબ વડાપ્રધાન સચિવાલાય પર ઈસ્લામાબાદ ઈલેક્ટ્રિક સપ્લાય કંપનીનું 41 લાખ 13 હજાર 992 રૂપિયા બિલ બાકી છે. 


એક નાનકડા જીવે પાકિસ્તાનને કરી નાખ્યું છે હેરાન પરેશાન!, મુક્તિ માટે માંગી રહ્યું છે દુઆ


ગત મહિને બિલ 35 લાખથી વધુનું છે જ્યારે તે અગાઉ પાંચ લાખ 58 હજાર બાકી છે. કંપનીના સૂત્રોએ જણાવ્યું કે વડાપ્રધાન સચિવાલય દ્વારા નિયમિત રીતે વીજળીનું બિલ ભરાતુ નથી. ક્યારેક બિલના પૈસા જમા થાય છે અને કોઈ મહિને નથી ભરાતું. જેના કારણે આટલું બિલ વધી ગયું છે જેના કારણે જો બિલ નહીં ભરાય તો વીજળી કપાઈ જશે. 


જુઓ LIVE TV


વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...