ઈસ્લામાબાદ: અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા સાથે પાકિસ્તાને હવે સપના જોવાના શરૂ કરી દીધા છે. ઈમરાન ખાનના નેતાઓને એવું લાગે છે કે હવે કાશ્મીર તેમનું થઈ શકે છે. સત્તાધારી પાર્ટી પીટીઆઈના નેતા નીલમ ઈરશાદ શેખ (Neelam Irshad Sheikh) નું કહેવું છે કે તાલિબાન પાકિસ્તાનની સાથે છે. તાલિબાન આવશે અને કાશ્મીર જીતીને પાકિસ્તાનને સોંપી દેશે. અત્રે જણાવવાનું કે તાલિબાનને પાકિસ્તાનનો  ભરપૂર સાથ મળ્યો છે. અફઘાનિસ્તાન પર કબજા બાદ પાકિસ્તાની આતકીઓની વાપસીની ખબરો પણ વહેતી થઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાક નેતાએ આ શું બફાટ માર્યો?
એક પાકિસ્તાની ટીવી ચેનલની ડિબેટમાં સામેલ થયેલા નીલમ ઈરશાદ શેખે કહ્યું કે ઈમરાન સરકાર બન્યા બાદ પાકિસ્તાનનું માન વધ્યું છે. તાલિબાન કહે છે કે અમે તમારી સાથે છીએ અને ઈંશા અલ્લાહ તેઓ આપણને કાશ્મીર ફતેહ કરાવી આપશે. ઈમરાન ખાનના નેતાની વાત સાંભળીને ડિબેટમાં સામેલ દરેક વ્યક્તિ સ્તબ્ધ થઈ ગયા. તેમને સમજમાં જ ન આવ્યું કે નીલમ આ શું બોલી રહ્યા છે. 


એંકરના સવાલ પર હોશ ઉડ્યા
ત્યારબાદ એંકરે જ્યારે તેમને પૂછ્યું કે તાલિબાન તમને કાશ્મીર અપાવશે, એવું તમને કોણે કહ્યું? તેના પર નીલમ ગોળ ગોળ જવાબ આપવા લાગ્યા. તેમણે આ સવાલથી બચવાનો પણ પ્રયત્ન કર્યો. પરંતુ એંકર તેમને પાછા મૂળ સવાલ પર લાવ્યા. જેના પર તેમણે કહ્યું કે 'ભારતે આપણા ટુકડા કર્યા છે અને અમે ફરીથી જોડાઈ જઈશું. અમારી સેના પાસે પાવર છે, સરકાર પાસે પાવર છે, તાલિબાન આપણો સાથ આપે છે કારણ કે જ્યારે તેમની સાથે જુલ્મ થયા હતા ત્યારે અમે તેમનો સાથ આપ્યો હતો. હવે તે આપણને સાથ આપશે.'


US રાષ્ટ્રપતિ જો બાઈડેને કરી મોટી જાહેરાત, જે અફઘાનીઓએ યુદ્ધમાં મદદ કરી તેમને અમેરિકામાં આપશે શરણ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube