કરાચીઃ પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને દાવો કર્યો છે કે અમેરિકા ઇઝરાયલને માન્યતા આપવા માટે તેના દેશ પર વધુ દબાણ આપી રહ્યું છે. તેમણે કહ્યું કે, સંયુક્ત અરબ અમીરાત (યૂએઈ) અને બહરીન સહિત અરબ દેશોએ ઇઝરાયલને માન્યતા આપ્યા બાદ આ દબાણ વધુ વધી ગયો છે. પાકિસ્તાની પીએમે કહ્યું કે, ડોનાલ્ડ ટ્રમ્પના શાસન દરમિયાન આ દબાણ ખુબ વધ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મિડલ ઈસ્ટ આઈ વેબસાઇટે ઇમરાન ખાનના હવાલાથી આ દાવો કર્યો છે. તે પૂછવા પર કે શું કોઈ મુસ્લિમ દેશે દબાણ કર્યું છે તો ઇમરાને કહ્યુ કે ઘણી એવી વસ્તુ છે જેને અમે કહી શકીએ નહીં. અમારા તેની સાથે સારા સંબંધો છે. ઇમરાને કહ્યુ કે, અમેરિકાના વધુ દબાણ બાદ પણ ઇસ્લામાબાદ ક્યારેય 'જિયોનિસ્ટ્સ'ની સાથે સંબંધ સ્થાપિત કરશે નહીં. 


PHOTOS: ચાર પગવાળી આ અનોખી મહિલા વિશે તમે જાણો છો? કહાની જાણીને થશો આશ્ચર્યચકિત


ફિલીસ્તીનને સમર્થન યથાવત
ઇમરાન ખાને કહ્યું કે, ઇઝરાયલને માન્યતા ત્યાં સુધી નહીં આપવામાં આવે જ્યાં સુધી દાયકાઓ જૂના ફિલિસ્તીની મુદ્દાનો ઉકેલ ન આવી જાય. તેમણે સ્પષ્ટ કરી દીધું કે ઇઝરાયલને માન્યતા આપવા વિશે તેનો કોઈ બીજો વિચાર નથી. ઇમરાને કહ્યુ, ઇઝરાયલને માન્યતા આપવા વિશે મારી પાસે કોઈ બીજો વિચાર નથી, જ્યાં સુધી ફિલીસ્તાનને સંતુષ્ટ કરવામાં આવશે નહીં. 


ઇમરાન ખાને ફરી કહ્યુ કે, પાકિસ્તાનના સંસ્થાપક મુહમ્મદ અલી જિન્નાએ ઇઝરાયલને માન્યતા આપવાનો ઇનકાર કરી દીધો હતો. તેમણે કહ્યું કે, ઇસ્લામાબાદ જિન્નાના પગલા પર ચાલતા ફિલિસ્તીનનું સમર્થન કરતું રહેશે. તેમણે કહ્યું કે, ઇઝરાયલનો અમેરિકામાં એક મજબૂત પ્રભાવ છે અને ઇઝરાયલને માન્યતા આપવા માટે અન્ય દેશ દબાણ કરી રહ્યાં છે. તેમણે કહ્યું કે, દબાવ અમેરિકામાં ઇઝરાયલના ઊંડા પ્રભાવનું કારણ છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube