ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના કાર્યવાહક પ્રધાનમંત્રી ઇમરાન ખાને વિપક્ષ પર નિશાન સાધ્યુ છે. તેમણે કહ્યુ કે, વિપક્ષ સમજી શકયો નથી કે આખરે શું થયું છે. પરંતુ મેં મારા સમર્થકોને પહેલા જ કહી દીધુ હતુ કે ડરો નહીં. તેમણે કહ્યું કે, આ રમતમાં બહારની દખલ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહત્વનું છે કે પાકિસ્તાનમાં આ દિવસોમાં રાજકીય ભૂકંપ આવ્યો છે. આજે પાકિસ્તાનમાં નેશનલ એસેમ્બલીને ભંગ કરી દેવામાં આવી છે. આ રાજકીય ઘટનાક્રમ બાદ ઇમરાન ખાને કહ્યુ કે, વિપક્ષને તે વાતનો અંદાજ નથી કે તેની સાથે શું થયું છે. ઇમરાન ખાને કહ્યુ કે, મેં કાલે કહી દીધુ હતુ કે ડરવાનું નથી. ઇમરાન ખાને કહ્યુ કે અમે જે નિર્ણય લીધો છે. તેનાથી વિપક્ષ ડરી ગયો છે. સાથે અમારા સમર્થકોને કહ્યુ છે કે ચિંતા ન કરો. 


આ દરમિયાન તેમણે કહ્યુ કે, પાકિસ્તાનની નેશનલ સિક્યોરિટી કાઉન્સિલે પાકિસ્તાનના એમ્બેસેડરે અમેરિકાના પ્રતિનિધિઓ સાથએ થયેલી બેઠકમાં કહ્યુ કે, અવિશ્વાસ પ્રસ્તાવનો પાયો સંપૂર્ણ રીતે બાહરી હતો. તેમાં બહારના દેશની દખલ હતી.


તો પાકિસ્તાનના ગૃહમંત્રી શેખ રશીદે વિપક્ષ પર નિશાન સાધ્યુ છે. તેમણે કહ્યું કે, આ વિપક્ષ ફુટેલી કારતૂસ છે. તેમણે કહ્યુ કે, ઇમરાન ખાન બીજીવાર ચૂંટણી જીતીને આવશે. તેમણે કહ્યું કે હવે માર્શલ લોની સ્થિતિ નથી.  


આ પણ વાંચો- અવિશ્વાસ પ્રસ્તાવ ફગાવીને ઈમરાન ખાનનું સન્માન બચાવ્યું, જાણો કોણ છે ડેપ્યુટી સ્પીકર કાસિમ ખાન સૂરી  


શું બોલ્યા મરિયમ નવાઝ અને બિલાવલ ભુટ્ટો
મરિયમ નવાઝ શરીફે કહ્યું કે પોતાની સીટ બચાવવા માટે કોઈને પણ પાકિસ્તાનના બંધારણને વિકૃત કરવાની મંજૂરી ન આપવી જોઈએ. જો આ પાગલ અને ઝનુની વ્યક્તિ (ઇમરાન ખાન) ને આ ગુના માટે દંડિત કરવામાં ન આવ્યો તો આજ બાદ દેશમાં જંગલનો કાયદો લાગૂ થશે. પીપીપી ચીફ બિલાવલ ભુટ્ટોએ કહ્યુ કે સરકારે બંધારણનો ભંગ કર્યો છે. અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન થવા દીધુ નહીં. સંયુક્ત વિપક્ષ સંસદ છોડી રહ્યો નથી. અમારા વકીલ સુપ્રીમ કોર્ટ જઈ રહ્યા છે. અમે બધા સંસ્થાઓને પાકિસ્તાનના બંધારણની રક્ષા કરવા, તેને બનાવી રાખવા, બચાવ કરવા અને તેને લાગૂ કરવાનું આહ્વાન કરીએ છીએ. 


શું થયું પાકિસ્તાનમાં
સૂચના તથા પ્રસારણ રાજ્યમંત્રી ફારૂખ હબીબે કહ્યુ કે રાષ્ટ્રપતિ અલ્વીએ પ્રધાનમંત્રીની સલાહ પર નેશનલ એસેમ્બલીને ભંગ કરી દીધી છે. તેમણે કહ્યુ કે 90 દિવસની અંદર ચૂંટણી થશે. પાકિસ્તાનના મંત્રી ફવાદ ચૌધરીએ કહ્યુ કે, આર્ટિકલ 224 હેઠળ પ્રધાનમંત્રી ઇમરાન ખાન પોતાના કર્તવ્યોનું પાલન કરશે. મંત્રીમંડળને ભંગ કરી દેવામાં આવ્યું છે. અવિશ્વાસ પ્રસ્તાવ રદ્દ થયા બાદ હવે ઇમરાન ચૂંટણી સુધી કાર્યકારી પ્રધાનમંત્રી રહેશે. વિપક્ષે પ્રદર્શન કરવાની ધમકી આપી છે. આ પહેલાં 342 સભ્યોની સાંસદમાં બહુમત ગુમાવી ચુકેલા પીએમ ખાને નેશનલ એસેમ્બલીના ડેપ્યુટી સ્પીકર કાસિમ સૂરી દ્વારા સંસદના સંસદના હંગામેદાર સત્રને સ્થગિત કર્યા બાદ દેશને સંબોધિત કર્યો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube