અવિશ્વાસ પ્રસ્તાવ ફગાવીને ઈમરાન ખાનનું સન્માન બચાવ્યું, જાણો કોણ છે ડેપ્યુટી સ્પીકર કાસિમ ખાન સૂરી

Imaran Khan News Today : પાકિસ્તાનમાં ઇમરાન ખાન સરકાર વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ રદ્દ થઈ ગયો છે. પાકિસ્તાન નેશનલ એસેમ્બલીના ડેપ્યુટી સ્પીકર કાસિમ ખાન સૂરીએ બંધારણના આર્ટિકલ 5નો હવાલો આપતા અવિશ્વાસ પ્રસ્તાવને નકારી દીધો છે. કાસિમ ખાન સૂરી 15 ઓગસ્ટ 2018માં ઇસ્લામિક ગણરાજ્ય પાકિસ્તાનની 15મી નેશનલ એસેમ્બલીના ઉપાધ્યક્ષ ચૂંટાયા હતા. 
 

અવિશ્વાસ પ્રસ્તાવ ફગાવીને ઈમરાન ખાનનું સન્માન બચાવ્યું, જાણો કોણ છે ડેપ્યુટી સ્પીકર કાસિમ ખાન સૂરી

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં ઇમરાન ખાન સરકાર વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ નકારી દેવામાં આવ્યો છે. પાકિસ્તાન નેશનલ એસેમ્બલીના ડેપ્યુટી સ્પીકર કાસિમ ખાન સૂરીએ બંધારણના આર્ટિકલ 5નો હવાલો આપતા અવિશ્વાસ પ્રસ્તાવ નકારી દીધો છે. કાસિમ ખાન સૂરી 15 ઓગસ્ટ 2018ના ઇસ્લામિક ગણરાજ્ય પાકિસ્તાનની 15મી નેશનલ એસેમ્બલીના ડેપ્યુટી સ્પીકર ચૂંટાયા હતા. કાસિમ પાકિસ્તાન કહરીક ઇન્સાફ પાર્ટીના સભ્ય છે. સૂરી બલૂચિસ્તાનના ક્વેટાથી નેશનલ એસેમ્બલીના સભ્ય છે. 

1996માં તહરીક-એ-ઇન્સાફ સાથે જોડાયા હતા
કાસિમ ખાન સૂરીએ બલૂચિસ્તાન પ્રાંતમાં પાકિસ્તાન તહરીક ઇન્સાફ પાર્ટીનો પાયો રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી ચુક્યા છે. કાસિમ ખાન સૂરીએ 1996થી પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ સાથે સક્રિય સભ્યના રૂપમાં જોડાયા છે. 2007માં પાર્ટીમાં તેમને પ્રથમવાર પદ આપવામાં આવ્યું હતું. કાસિમ ખાન સૂરીને સતત બે વાર પીટીઆઈ બલૂચિસ્તાનના રાષ્ટ્રપતિના રૂપમાં ચૂંટાનાર એકમાત્ર સભ્ય રહ્યા છે. તે પ્રથમવાર 2009માં અને બીજીવાર 2013માં પીટીઆઈ તરફથી આંતરિક ચૂંટણીમાં ચૂંટાયા હતા. તે પ્રાંતીય સ્તર પર સૌથી લાંબા સમય સુધી રાષ્ટ્રપતિ પદ પર રહેનાર વ્યક્તિ છે. 

એક દિવસમાં 21 બિલ કર્યા હતા પસાર, વિપક્ષે વ્યક્ત કર્યો હતો વિરોધ
કાસિમ ખાન સૂરી પાછલા વર્ષે જૂનમાં એક દિવસમાં 21 બિલ પસાર કરવાને લઈને ચર્ચામાં આવ્યા હતા. તેનાથી નારાજ થઈને વિપક્ષી પાર્ટીઓએ એક થઈને કાસિમ સૂરી વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. વિપક્ષી પાર્ટીઓએ માંગ કરી હતી કે કાસિમ સૂરીને તત્કાલ પ્રભાવથી તેમના પદ પરથી હટાવવામાં આવે. વિપક્ષનો આરોપ હતો કે તમામ કાયદાને ખોટી રીતે પાસ કરાવવામાં આવ્યા છે. 

બ્લૂચિસ્તાનના ઈતિહાસમાં સૌથી મોટી રાજકીય સભા
સૂરી પીટીઆઈ બ્લૂચિસ્તાનના વરિષ્ઠ ઉપાધ્યક્ષ અને મહાસચિવ અને ઉપ આયોજકના પદને સંભાળી ચુક્યા છે. કાસિમ ખાન સૂરી પીટીઆઈ તરફથી કમેટી, કેન્દ્રીય કાર્યકારી પરિષદ અને બંધારણ સમિતિના સભ્ય રહી ચુક્યા છે. તેમણે એપ્રિલ 20, 2022ના પીટીઆઈના મંચથી બ્લૂચિસ્તાનના રાજકીય ઈતિહાસમાં સૌથી મોટી રાજકીય સભા યોજી હતી. 

ક્વેટાના પખ્તૂન પરિવારથી આવે છે
કાસિમ ખાન સૂરીનો જન્મ જાન્યુઆરી 1969માં ક્વેટાના એક પ્રસિદ્ધ પખ્તૂન જનજાતિ સૂરીમાં થયો હતો. તેમણે પોતાનું પ્રારંભિક શિક્ષણ ક્વેટા ઇસ્લામિયા સ્કૂલમાંથી પ્રાપ્ત કર્યુ હતું. ત્યારબાદ તામીર-એનૌ સ્કૂલ ક્વેટાથી મેટ્રિક પાસ કર્યુ હતું. બાદમાં તેમણે ફેડરલ ગવર્મેન્ટ કોલેજમાં પ્રવેશ કર્યો હતો. 1988માં પોતાનું FSC પૂરુ કર્યુ હતું. 1990માં તેમણે બ્લૂચિસ્તાન વિશ્વવિદ્યાલયથી રાજનીતિ વિજ્ઞાનમાં સ્નાતકની ડિગ્રી હાસિલ કરી હતી. તે વિશ્વવિદ્યાલયમાંથી તેમણે 1992માં આંતરરાષ્ટ્રીય સંબંધોમાં માસ્ટર ડિગ્રી પૂરી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news