ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને સેના પ્રમુખ કમર જાવેદ બાજવા સાથે મુલાકાત બાદ દેશના નામે પોતાના સંબોધનને ટાળી દીધુ. એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી હતી કે તે દેશના નામે સંબોધનમાં રાજીનામુ આપત અથવા દેશમાં આપાતકાલની જાહેરાત કરવાના હતા. સંબોધન ભલે ટળી ગયું હોય પરંતુ ઇમરાન ખાનની ખુરશી ખતરામાં છે. વિપક્ષી દળોએ ઇમરાન ખાનને ખુરશી પરથી હટાવવા માટે માસ્ટર પ્લાન તૈયાર કરી લીધો છે. તમે પણ સમજો આ ગતિણ...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિપક્ષી પાર્ટીઓ સતત ઇમરાન ખાન પાસે રાજીનામુ આપવાની માંગ કરી રહી છે. પોતાના સંબોધનમાં વિપક્ષી પાર્ટી પીપીપીના નેતા બિલાવલ ભુટ્ટો ઝરદારીએ તો ઇમરાન ખાનની ખુરશીના ઉત્તરાધિકારી શોધી લીધા છે. તેમણે કહ્યું કે નેશનલ એસેમ્બલીમાં ઇમરાન ખાન સરકારે બહુમત ગુમાવી દીધો છે. હવે ઇમરાન ખાનની જગ્યાએ વિપક્ષ નેતા શાહબાઝ શરીફ દેશના આગામી પ્રધાનમંત્રી હશે. 


આ પણ વાંચોઃ ઇમરાન ખાનની ખુરશી જશે તો આ નેતા બનશે પાકિસ્તાનના પ્રધાનમંત્રી, બિલાવલ ભુટ્ટોએ કરી જાહેરાત


ઇમરાન ખાનને સતત મળી રહ્યાં છે ઝટકા
આ પહેલાં ઇમરાન ખાનને ઝટકો આપતા MQM-P પાર્ટીના બે નેતાઓ ફરોગ નસીમ અને અમીનુલ હકે કેબિનેટમાંથી રાજીનામુ આપી દીધુ છે. આ સાથે પાર્ટીએ વિપક્ષી જૂથ સાથે હાથ મિલાવી લીધો છે. MQM-P પાર્ટી પણ ઇમરાન ખાનને હટાવવા માટે સંસદમાં વિપક્ષી દળોને સાથ આપશે. આ નિર્ણયની સાથે વિપક્ષ વધુ મજબૂત થયો તો ઇમરાન ખાનને જોરદાર ઝટકો લાગ્યો છે. 


બાજવા અને આઈએસઆઈ સાથે મુલાકાતનું મહત્વ!
પાકિસ્તાનમાં પોતાની સરકાર બચાવવા સતત મહેનત કરી રહેલા પ્રધાનમંત્રી ઇમરાન ખાને એકવાર ફરી યૂ ટર્ન લીધો. તેમણે દેશના નામે પોતાનું સંબોધન ટાળી દીધુ. સરકારના સૂત્રોનું કહેવું છે કે બપોરના સમયે સેના પ્રમુખ કમર જાવેદ બાજવા અને આઈએસઆઈ ડીજીએ ઇમરાન ખાન સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ સમાચાર આવ્યા કે ઇમરાન ખાન હવે દેશના નામે સંબોધન કરશે નહીં. 


આ પણ વાંચોઃ 75 વર્ષના ઈતિહાસમાં 21 પ્રધાનમંત્રી, કોઈ કાર્યકાળ પૂરો કરી શક્યા નહીં, આ છે પાકિસ્તાનની કહાની


પાકિસ્તાની સંસદનું ગણિત
પાકિસ્તાની સંસદમાં 324 સભ્યો છે. સરકાર બનાવવા માટે ઇમરાન ખાને બહુમત સાબિત કરવા 172 સાંસદોના સમર્થનની જરૂર હશે. હવે કારણ કે MQM-P એ ઇમરાન ખાનનો સાથ છોડ્યા બાદ વિપક્ષની પાસે 177 સભ્યોનું સમર્થન થઈ ગયું છે. જ્યારે ઇમરાન ખાનના સમર્થનની સંખ્યા ઘટીને 164 થઈ ગઈ છે. જ્યારે સંસદમાં વિપક્ષે ઇમરાન ખાનની સરકાર પાડવા માટે માત્ર 172 સાંસદોની જરૂર છે, જે હવે સંભવ લાગી રહ્યું છે. 28 માર્ચે સંસદમાં અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કરી દેવામાં આવ્યો છે. હવે 31 માર્ચે તેના પર ચર્ચા થશે અને 3 એપ્રિલે મતદાન થઈ શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube