ઉત્તરીય સ્પેનમાં 50 જગ્યાએ લાગી આગ, 760 કર્મીઓ લાગ્યા આગને કાબૂમાં કરવા
કૈંટાબ્રિયા વિસ્તારની સરકારે નિવેદન આપતા કહ્યું કે, ‘અમે કુલ 50 જગ્યાઓ પણ આગ લાગી હોવાની જાણકારી મળી અને વિવિધ વહીવટી તંત્રના 760 લોકો આગ પર કાબૂ મેળવાના પ્રયત્ન લાગ્યા છે.
મેડ્રિડ: ઉત્તરીય સ્પેનમાં લગભગ 50 સ્થળ પર આગ લાગી હોવાના સમાચાર સામે આવ્યા છે. ઉત્તરીય સ્પેનના સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું કે તેમાંથી કેટલીક જગ્યાઓ પર ઇરાદાપૂર્વક આગ લગાડવામાં આવી છે. રવિવાર મોડી રાત સુધીમાં 48 જગ્યાઓ એવી હતી, જ્યાં આગ પર કાબૂ મેળવી શક્યા ન હતા. કૈંટાબ્રિયા વિસ્તારની સરકારે નિવેદન આપતા કહ્યું કે, ‘અમે કુલ 50 જગ્યાઓ પણ આગ લાગી હોવાની જાણકારી મળી અને વિવિધ વહીવટી તંત્રના 760 લોકો આગ પર કાબૂ મેળવાના પ્રયત્ન લાગ્યા છે.’ પહાડી વિસ્તારમાં પહેલી જગ્યાએ આગ ગુરૂવારે લાગી હતી. તે દરમિયાન કોઇ જાનહાનિ થઇ નથી.
વઘુમાં વાંચો: પુલવામા હુમલા સામે UAEમાં એકજૂટ થયા ભારતીઓ, શહીદ જવાનોને આપી શ્રદ્ધાંજલિ
સરકારે કહ્યું, મોટાભાગની આગ એવા વિસ્તારમાં લાગી છે જ્યાં પહોંચવું મુશ્કેલ છે. તેનાથી વસ્તી અથવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને કોઇ ખતરો નથી. કૈંટબ્રિયાના પ્રમુખ મિગુએલ એન્જેલ રેવિલાએ સ્પેનના એક ટેલીવિઝનને જણાવ્યું હતું કે, તે સંબંધમાં બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટનામાં કોઇ ઘાયલ થયું નથી. જાણકારી અનુસાર સુરક્ષા કર્મચારી અને જવાન સતત બચાવ કાર્ય કરી રહ્યાં છે.
(ઇનપુટ ભાષા)