પુલવામા હુમલા સામે UAEમાં એકજૂટ થયા ભારતીઓ, શહીદ જવાનોને આપી શ્રદ્ધાંજલિ

અબૂ ધાબી સ્થિત દૂતાવાસ અને દુબઇ સ્થિત વાણિજ્ય દૂતાવાસમાં મોટી સંખ્યામાં ભારતીઓ ભેગા થયા હતા. તેમણે મિણબત્તીઓ સળગાવી પૂલવામા હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપી અને આતંકવાદની સામે એકજૂટ થવાનો સંકલ્પ લીધો છે.

પુલવામા હુમલા સામે UAEમાં એકજૂટ થયા ભારતીઓ, શહીદ જવાનોને આપી શ્રદ્ધાંજલિ

દુબઇ: સંયુક્ત અરબ અમીરાતમાં ભારતીય સમુદાયના લોકો પુલવામા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા સીઆરપીએફ જવાનોના પરિવારો પ્રતિ સહાનુભૂતિ તેમજ એકજૂટતા પ્રકટ કરવા માટે અબૂ ધાબી સ્થિત દૂતાવાસ અને દુબઇ સ્થિત વાણિજ્ય દૂતાવાસમાં મોટી સંખ્યામાં ભેગા થયા હતા. તેમણે મિણબત્તીઓ સળગાવી પૂલવામા હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપી અને આતંકવાદની સામે એકજૂટ થવાનો સંકલ્પ લીધો છે. યૂએઇમાં ભારતીના રાજદૂત નવદીપ સૂરીએ અબૂ ધાબીમાં યોજાયેલી શોકસભામાં કહ્યું હતું કે, ‘જ્યારે આપણા પ્રધાનમંત્રી (નરેન્દ્ર મોદી)એ કહ્યું કે દેશનું લોહી ઉકડી રહ્યું છે, આંતકવાદી સંગઠનો અને તેમના બોસે મોટી ભૂલ કરી છે અને તેમમે તેની મોટી કિંમત ચુકવી પડશે, તો તેમણે આપણા બધાની ભાવનાઓને વ્યક્ત કરી છે.’

તેમણે કહ્યું કે, આંતરરાષ્ટ્રીય સમુદાયે ભારતના પ્રતિ મજબૂત સમર્થમ વ્યક્ત કર્યું છે અને સંયુક્ત અરબ અમીરાત તે દેશોમાં સામલે છે જેમણે સૌથી પહેલા એકજૂટતા વ્યક્ત કરી છે. સિંહે કહ્યું કે, ‘અમેરિકાએ ખાસ રીતે જૈશ-એ-મોહમ્મદનું નામ લીધુ છે અને પાકિસ્તાનથી તેમના દેશમાં હાજર આતંકવાદીઓને સમર્થન આપવાનું બંધ કરવા કહ્યું છે.’ જમ્મૂ કાશ્મીરના પુલવામા જિલ્લામાં 14 ફેબ્રુઆરીએ જૈશ-એ-મોહમ્મદના આત્મઘાતી હુમલામાં સીઆરપીએફના 40 જવાનો શહીદ થયા છે. સૂરીએ કહ્યું કે, સમગ્ર દેશ ‘આપણી સરકાર તેમજ સુરક્ષા દળો’ની પાછળ ઉભો છે.

તેમણે કહ્યું કે, ‘આ સાથે તે પણ મહત્વપૂર્ણ છે કે, આપણે એક ભારતીયને બીજા ભારતીયની સામે ઉભા કરવાના ઉદ્દેશ્યથી વ્હોટ્સઅપ અને અન્ય સોશિયલ મીડિયા મંચો દ્વારા ફેલાવવામાં આવી રહેલી અફવાઓને લઇને સાવધાની રાખીએ.’ તેમણે કહ્યું કે, સ્વયંને સીઆરપીએફએ આ અફવાઓની સામે રવિવારે ચેતવણી જાહેર કરવી પડી હતી.

દૂબઇમાં ભારતના મહાવાણિજ્યદૂત વિપૂલે રવિવારે વાણિજ્યદૂતાવાસમાં શોકસભાનું નેતૃત્વ કર્યું હતું. જેમાં શહીદ બહાદૂર જવાનોને શ્રદ્ધાંજલી આપવા માટે મોટી સંખ્યામાં એકત્ર થયા હતા. તેમણે કહ્યું કે, ‘આ આતંકવાદી હુમલાની સામે ભારતીય સમુદાયના દરેક વર્ગોમાં ખુબજ ગુસ્સો છે. સમુદાયે આપણી સુરક્ષા દળ અને તેમના પરિવારજનો પ્રતિ એકજૂટતા વ્યક્ત કરી છે અને આતંકવાદ તેમજ આતંકવાદીઓની સામે એકજૂટ થઇને ઉભા રહેવાનો સંકલ્પ લીધો છે.’

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news