Global Warming: આગામી પાંચ વર્ષ એટલે કે વર્ષ 2023 થી 2027 સુધીમાં વૈશ્વિક તાપમાનમાં રેકોર્ડ સ્તરે વધારો થવાની આગાહી કરવામાં આવી છે. વિશ્વ હવામાન સંગઠનની રિપોર્ટમાં કહેવાયું છે કે 98% સંભાવના છે કે આગામી પાંચ વર્ષમાં ઈતિહાસમાં ક્યારેય નહીં અનુભવી હોય તેવી ગરમી પડશે.
 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: 


ભારતથી આવી દાદા જીએ ભૂલ કરી, પાકિસ્તાન જેવી કોઈ વસ્તુ નથી, યુવકનું છલકાયું દર્દ


ઈમરાન ખાનના ઘરે 30-40 આતંકીઓ : કમાન્ડોએ વિસ્તારને કોર્ડન કર્યો, 24 કલાકનું અલ્ટીમેટમ


માટલા ઉપર માટલું...ને લાખોની કમાણી! બે હજારમાં ખરીદેલાં માટલાના મળ્યા 50 લાખ રૂપિયા!
 


ગરમીને સમાહિત કરનાર ગ્રીનહાઉસ ગેસ અને પૂર્વી પ્રશાંત મહાસાગરમાં અસામાન્ય રીતે ગરમ થતું પાણી આગામી પાંચ વર્ષ તાપમાનમાં સતત વધારો કરશે. રીપોર્ટમાં જણાવાયું છે કે, આગામી મહિનાઓમાં જ ગરમ ​​અલ નીનો વિકસિત થશે જે માનવ-પ્રેરિત જલવાયુ પરિવર્તન સાથે મળીને વૈશ્વિક તાપમાનને રેકોર્ડબ્રેક સ્તરે પહોંચાડી શકે છે. અલ નીનો વિકસિત થયા પછી દરેક વર્ષે વૈશ્વિક તાપમાનમાં વધારો થશે. એટલે કે વર્ષ 2024માં ગરમી બધા જ રેકોર્ડ તોડી શકે છે. 


 


WMOના સેક્રેટરી જનરલ પ્રોફેસર પેટેરી તાલસે કહ્યા અનુસાર સ્વાસ્થ્ય, ખાદ્ય સુરક્ષા, જળ વ્યવસ્થાપન અને પર્યાવરણ પર પડતી દૂરગામી અસરો માટે આપણે તૈયાર રહેવાની જરૂર છે. રીપોર્ટમાં વધુમાં જણાવાયું હતું કે 66 ટકા સંભાવના છે કે 2023 અને 2027 ની વચ્ચે વાર્ષિક સરેરાશ વૈશ્વિક તાપમાન1.5 ડિગ્રી ઉપર રહેશે.