સ્વીડનમાં પવિત્ર કુરાન બાળવાની ઘટના વિરુદધ સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદમાં પાકિસ્તાન એક પ્રસ્તાવ લાગ્યો હતો. ધાર્મિક ધૃણાથી જોડાયેલા આ ડ્રાફ્ટ પ્રસ્તાવને બુધવારે મંજૂરી આપવામાં આવી. ભારતે પણ પાકિસ્તાનના આ પ્રસ્તાવનું સમર્થન કર્યું. ગત મહિને સ્વીડનની રાજધાની સ્ટોકહોમમાં એક વ્યક્તિએ મસ્જિદની સામે પવિત્ર કુરાનનું અપમાન કર્યું હતું. તમામ ઈસ્લામિક દેશોની સાથે યુરોપીયન સંઘ, પોપ ફ્રાન્સિસ અને ખુદ સ્વીડન સરકારે આ ઘટનાની ટીકા કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

UNHRC તરફથી એક ટ્વીટ કરવામાં આવી. ડ્રાફ્ટ પ્રસ્તાવ L.23 ને એકવાર રજૂ કરાયા બાદ મૌખિક રીતે સંશોધિત કરવામાં આવ્યો હતો. તેનું શીર્ષક ભેદભાવ, શત્રુતા કે હિંસાને પ્રોત્સાહન આપનારી ધાર્મિક  ધૃણાનો મુકાબલો કરવાનો છે. 57 દેશોના સંગઠન OIC તરફથી પાકિસ્તાને ડ્રાફ્ટ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આ પ્રસ્તાવ દવારા દુનિયાભરના દશોની સરકારને ધાર્મિક ધૃણા રોકવા માટે કડકમાં કડક પગલાં લાગૂ કરવાનું આહ્વાન કરાયું. 


સંયુક્ત રાષ્ટ્રના મતદાનમાં કોણ કઈ બાજુ? 
સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદે જણાવ્યું કે 57 ઈસ્લામિક દેશોના સંગઠન OIC તરફથી પાકિસ્તાન અને પેલેસ્ટાઈન દ્વારા લાવવામાં આવેલા પ્રસ્તાવને 28-12 મત સાથે જબરદસ્ત સમર્થન મળ્યું. જ્યારે સાત દેશ મતદાનથી દૂર રહ્યા. 12 દેશોએ આ પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો આ દેશોમાં અમેરિકા, બ્રિટન, બેલ્જિયમ, જર્મની, રોમાનિયા, લિથુઆનિયા, કોસ્ટારિકા અને ફિનલેન્ડ સામેલ છે. જ્યારે ભારત અને ચીન સહિત કુલ 28 દેશોએ પાકિસ્તાનના પ્રસ્તાવનું સમર્થન કર્યું. 7 દેશ એવા પણ હતા જેમણે કોઈનું સમર્થન કર્યું નહીં આ દેશોમાં નેપાળ પણ સામેલ છે. 


ફ્રાન્સ માટે ભારત કેમ આટલું મહત્વ ધરાવે છે? જાણો PM મોદીના ફ્રાન્સ પ્રવાસનું મહત્વ


ઈમોજી મોકલતા પહેલા રાખો ધ્યાન, અંગૂઠાવાળી ઈમોજીએ ખેડૂતને 50 લાખનું નુકસાન કરાવ્યું


52 વર્ષે પણ થનગનતું યૌવન ધરાવે છે આ દાદીમા, Photos જોઈને વિશ્વાસ નહીં કરી શકો


આ પ્રસ્તાવ ગત મહિને સ્વીડિશ અધિકારીઓ દ્વારા એક ઈરાકી અપ્રવાસીને સ્ટોકહોમ મસ્જિદ બહાર કુરાન બાળવાની મંજૂરી આપવા મુદ્દે આવ્યો હતો. જેનાથી મુસ્લિમ જગતના દેશોમાં આક્રોશ ફેલાઈ ગયો અને તેમણે કાર્યવાહીની માંગણી કરી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube