નવી દિલ્હી: પાકિસ્તાન (Pakistan)એ દુનિયાથી એક સત્ય છૂપાવ્યું છે. 27 ફેબ્રુઆરીના રોજ ભારતીય વાયુસેના (Indian Air Force)ની એર સ્ટ્રાઈક (Airstrike)માં માર્યા ગયેલા પાકિસ્તાની પાઈલટો માટે સ્મારક બનાવડાવ્યું છે. આ મેમોરિયલનું ઉદ્ધાટન 7 સપ્ટેમ્બરના રોજ પાકિસ્તાન વાયુસેના દિવસના રોજ કરવામાં આવ્યું. જો કે આ સ્મારક પર પાકિસ્તાને માર્યા ગયેલા એક પણ પાઈલટનું નામ રાખ્યું નથી. એટલું જ નહીં પાકિસ્તાને એમરોમ મિસાઈલ (AMRAAM Missile)થી સુખોઈ (Sukhoi)ને તોડી પાડવાની વાત આ મેમોરિયલમાં લખી છે. ભારતે તેના પર કડક આપત્તિ જતાવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતે તેને પાકિસ્તાનનો એક વધુ પ્રોપેગેન્ડા ગણાવ્યો છે. ભારતે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે પાકિસ્તાનનું 27 ફેબ્રુઆરીનું મેમોરિયલ એક જુઠ્ઠાણું, ચાલાકી અને છળ છે. ભારતે પાકિસ્તાનના દાવાને ફગાવતા કહ્યું કે આ મેમોરિયલ ખોટા દાવા પર આધારિત છે. 


પાકિસ્તાને મેમોરિયલમાં કર્યા ખોટા દાવા
પાકિસ્તાને આ મેમોરિયલમાં એમરોમ મિસાઈલથી સુખોઈને તોડી પાડવાનો દાવો કર્યો છે. મેમોરિયલમાં લખવામાં આવ્યું છે કે સુખોઈ-30 MKIને PAF F-16 ઉડાવી રહેલા સ્ક્વોડ્રન લીડર હસન મહેમૂદ સિદ્દીકીએ AIM-120 એમરોમ બીવીઆર મિસાઈલનો ઉપયોગ કરીને તોડી પાડ્યું હતું. હકીકત એ છે કે એમરોન મિસાઈલ ફક્ત એફ-16થી જ છોડી શકય છે. પાકિસ્તાનનું કહેવું છે કે મિગ-21 બાઈસનને પણ એમરોમથી નિશાન બનાવવામાં આવ્યું હતું. જ્યારે હકીકત એ છે કે અભિનંદને એફ-16 તોડી પાડ્યું હતું જેની પુષ્ટિ પાકિસ્તાને પણ કરી હતી. 


જુઓ LIVE TV


વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...