ભારત અને કેનેડા વચ્ચે તણાવ યથાવત છે અને તે દિવસે ને દિવસે વધતો જાય છે.  કેનેડિયન અધિકારીઓને સસ્પેન્ડ કરવાના અને ભારતના પોતાના અધિકારીઓને પાછા બોલાવ્યા બાદથી હાલાત વણસી રહ્યા છે. ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જરની હત્યા પર ભારતે પોતાનું વલણ અનેકવાર સ્પષ્ટ કર્યું છે અને કેનેડાના આરોપો ફગાવ્યા છે. હવે એક નવો દાવો સામે આવ્યો છે કે "કેનેડામાં અપરાધિક ષડયંત્રો પાછળ મોદીના નીકટના લોકોમાંથી કોઈ એક છે."


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેનેડાના વિદેશી મામલાઓના ઉપમંત્રી ડિવિડ મોરિસને મંગળવારે સાંસદોને કહ્યું કે, "કેનેડામાં અપરાધિક ષડયંત્ર પાછળ મોદીના નજીકના લોકોમાંથી એક સામેલ છે. એક કેનેડિયન પોલીસે આરોપ લગાવ્યો છે કે ભારત કેનેડામાં હત્યા અને ધમકી સહિત મોટા અપરાધોમાં સામેલ છે."


રાષ્ટ્રીય સુરક્ષા સમિતની સામે કર્યો દાવો
મંત્રીએ કહ્યું કે, ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારના એક વરિષ્ઠ અધિકારી પર આરોપ છે કે તેમણે કેનેડાના લોકોને ડરાવીને કે મારવા માટે એક કેમ્પેઈન ઓથોરાઈઝ કર્યું છે. ડેવિડ મોરિસન સાર્વજનિક સુરક્ષા અને રાષ્ટ્રીય સુરક્ષા સમિતિમાં સાંસદોની સામે જુબાની આપવા માટે હાજર થયા હતા. 


મંગળવાર પહેલા કેનેડાના અધિકારીઓ ફક્ત રેકોર્ડ પર એ વાત કહેતા હતા કે ષડયંત્રની ભાળ "ભારત સરકારના ઉચ્ચતમ સ્તરો"થી મેળવી શકાય છે. કેનેડિયન પોલીસના આયુક્ત માઈક ડુહેમે પણ મંગળવારે જુબાની આપી. પોલીસે આયુક્તે કહ્યું કે પોલીસના પુરાવાથી માલુમ પડે છે કે ભારતીય રાજનયિકો અને વાણિજ્ય દૂતાવાસના કર્મચારીઓએ ભારત સરકાર માટે જાણકારી ભેગી કરી જેનો ઉપયોગ કેનેડામાં હિંસાને અંજામ આપવા માટે અપરાધિક સંગઠનોને નિર્દેશ આપવા કરાયો. 


તેમણે કહ્યું કે માઉન્ટીઝ (કેનેડિયન પોલીસ)એ સાઉથ એશિયા સમુદાયના સભ્યો, ખાસ કરીને શીખો માટે અલગ માતૃભૂમિની માંગણી કરનારા ખાલિસ્તાની સમર્થક આંદોલનના સભ્યો માટે વિશ્વસનીય અને જોખમ હોવાના પુરાવા પણ ભેગા કર્યા છે.