કોલંબોઃ ભારત અને શ્રીલંકાના શહેર જાફનાના ત્રણ દ્વીપોમાં હાઇબ્રિડ વીજળી પરિયોજનાઓ લગાવશે. આ પરિયોજનાની સ્થાપના પહેલા ચીન દ્વારા કરવાની હતી. તેને લઈને પાછલા વર્ષે કોલંબો અને બેઇજિંગમાં સહમતિ બની હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

MoU પર કર્યા હસ્તાક્ષર
ધ હિન્દુના રિપોર્ટ અનુસાર આ પરિયોજનાને લઈને ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર અને તેમના શ્રીલંકન સમકક્ષ જીએલ પેઇરિસ વચ્ચે સમજુતી પત્ર પર હસ્તાક્ષર કરવામાં આવી ચુક્યા છે. આ પહેલાં ભારત, શ્રીલંકાના પૂર્વી શમ્પુર શહેરમાં નેશનલ થર્મલ પાવર કોર્પોરેશનના સૌર ઉદ્યમ અને ઉત્તરમાં મન્નાર અને પૂનરિનમાં અદાણી સમૂહની અક્ષય ઉર્જા પરિયોજનાઓ માટે સમજુતી કરી ચુક્યા છે. આ ભારતની ત્રીજી ઉર્જા પરિયોજના છે. 


આ પણ વાંચોઃ Russia Ukraine war: યુદ્ધ દરમિયાન પહેલીવાર ઘટી આ ઘટના, યુક્રેનની સેનાએ સરહદ ઓળંગી કર્યું આ કામ


પહેલાં ચીનને મળી હતી મંજૂરી
મહત્વનું છે કે જાન્યુઆરી 2021માં શ્રીલંકાના મંત્રીમંડળે ચીની ફર્મ સિનોસોઅર-એટેકવિનને નૈનાતિવુ, ડેલ્ફ્ટ કે નેદુનથીવુ અને એનાલાઇટિવૂ દ્વીપોમાં અક્ષય ઉર્જા પરિયોજનાને બનાવવાની મંજૂરી આપી હતી. ત્યારબાદ ભારતે તમિલનાડુથી 50 કિમી દૂર ખાડીમાં ચીની પરિયોજના આવવા પર ચિંતા વ્યક્ત કરી હતી. 


ગ્રાન્ટ તરીકે બનાવશે ભારત
હવે ભારત આ પરિયોજનાને લોનની જગ્યાએ અનુદાનના રૂપમાં કરશે. કોલંબોએ આ પરિયોજનાને બનાવવા માટે અંતિમ મંજૂરી આપવા માટે એક વર્ષથી વધુનો સમય લીધો હતો. ત્યારબાદ કોલંબોએ આ પરિયોજનાને સસ્પેન્ડ કરી દીધી હતી, ત્યારબાદ ચીન આ પરિયોજનાથી બહાર થઈ ગયું હતું. 


ચીને કરી આલોચના
તેને લઈને હાલમાં એક પ્રેસ વાર્તામાં કોલંબોમાં ચીનના રાજદૂતે અજાણ્યા કારણો માટે પરિયોજનામાં વિલંબ થવા પર આલોચના કરી હતી અને કહ્યું હતું કે તેનાથી વિદેશી રોકાણકારોને ખોટો સંદેશ ગયો છે. 


આ પણ વાંચોઃ Pakistan: ઈમરાન ખાન મોટી મુશ્કેલીમાં! ફ્લોર ટેસ્ટ પહેલા જ મળ્યો આ જબરદસ્ત મોટો ઝટકો


પોર્ટ કરશે વિકસિત
આ વચ્ચે ભારત અને શ્રીલંકા એક સમુદ્રી બચાવ સમન્વય કેન્દ્ર સ્થાપિત કરવા પર પણ સહમત થયા છે. તે માટે છ મિલિયન ડોલરના ભારતીય અનુદાનને પાછલા સપ્તાહે કેબિનેટની મંજૂરી મળી ચુકી છે. આ હેઠળ ભારત ઉત્તરી પ્રાંતમાં પોઈન્ટ પેડ્રો, પેસલાઈ અને ગુરૂનગરમાં મત્સ્ય પાલન પોર્ટને વિકસિત કરવામાં મદદ કરશે. આ સાથે કોલંબોએ દક્ષિણમાં બાલાપિટિયામાં કમ્પ્યૂટર લેબની સાથે દક્ષિણી ગાલે જિલ્લામાં સ્કૂલોને સપોર્ટ કરશે. 


વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube