ઇફતાર પાર્ટીમાં ગેરવર્તણુંક મુદ્દે ભારતે પાક.ની ઝાટકણી કાઢી, તપાસની માંગ
ભારતીય હાઇકમિશ્નર અજય બિસારિયાએ શનિવારે પાકિસ્તાનની હોટલ સેરેનામાં ઇફ્તાર પાર્ટી આપી હતી, પાકિસ્તાની સુરક્ષાકર્મચારીઓએ પાર્ટીમાં મહેમાનોને આવતા પરાણે અટકાવ્યા જેમાં મોટા ભાગના પાકિસ્તાની હતા
ઇસ્લામાબાદ : પાકિસ્તાનમાં ભારતીય હાઇકમિશ્નર દ્વારા અપાયેલી ઇફ્તાર પાર્ટીને એક પ્રકારે નહી થવા દેવાની ભારતે રવિવારે નિંદા કરી અને કહ્યું કે, તેણે સભ્ય વ્યવહારના નિયમનુ ઉલ્લંઘન કર્યું છે. ભારતે પાકિસ્તાને આ મુદ્દે ત્વરિત તપાસ માટે જણાવ્યું છે. ભારતીય હાઇકમિશ્નરની તરફથી અહીં અબાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું કે, એક જુને ઘટેલી નિરાશાજનક ઘટનાઓની શ્રૃંખલા ન માત્ર કુટનીતિક વ્યવહારની મુળભુત વાતોના પરંતુ સભ્ય વ્યવહારની તમામ વાતોનું ઉલ્લંઘન છે.
મમતા બેનર્જી હિરણ્યકશ્યપના ખાનદાનમાંથી તો નથી: સાક્ષી મહારાજનું વિવાદિત નિવેદન
નિવેદનમાં જણાવવામાં આવ્યું કે, રાજદ્વારીઓ અને પાકિસ્તાનમાં ભારતીય હાઇકમિશ્નરનાં અધિકારીઓને ધમકી અને દબાણ દ્વારા તેમને તેના કુટનીતિક કામોને નહી થવા દેવું અમારા દ્વીપક્ષીય સંબંધો માટે સંપુર્ણ રીતે વિપરિત પ્રભાવ પાડનારુ છે. ભારતીય હાઇકમિશ્નર અજય બિસારિયાએ શિવારે અહીં હોટલ સેરેનામાં ઇફ્તાર પાર્ટી આપી હતી.
બંગાળ: નાસ્તિક વિદ્યાર્થીઓને કોલેજ ફોર્મમાં મળશે માનવતાનો નવો વિકલ્પ
ટ્વીટરથી ગાયબ થયા કોંગ્રેસના સોશિયલ મીડિયા ચીફ દિવ્યા સ્પંદના, જાણો સમગ્ર વિવાદ
પાકિસ્તાન સુરક્ષા કર્મચારીઓએ ભારતીય રાજદ્વારીઓની સાથે પણ ગેરવર્તણુંક કરી હતી. નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે પાર્ટીમાં આવનારાઓને ધમકાવવા અંગે ભારતે પાકિસ્તાન પર પોતાનો આકરો વિરોધ નોંધાવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સમગ્ર મુદ્દો સામે આવ્યા બાદ ભારતે પાકિસ્તાનની વર્તણુંક સામે સવાલ ઉઠાવ્યા હતા.