ખુશખબરી! ભારતમાં ગરીબી ઘટી, આટલા વર્ષોમાં દેશે પ્રાપ્ત કર્યું મોટું મુકામ
ભારત (India)માં 2005-06થી માંડીને 2015-16 દરમિયાન 27.3 કરોડ લોકો ગરીબીના દાયરામાંથી બહાર આવ્યા છે. આ દરમિયાન કોઇપણ દેશમાં ગરીબોની સંખ્યામાં સૌથી વધુ ઘટાડો છે. સંયુક્ત રાષ્ટ્રની એક રિપોર્ટમાં તેની જાણકારી આપવામાં આવી.
સંયુક્ત રાષ્ટ્ર: ભારત (India)માં 2005-06થી માંડીને 2015-16 દરમિયાન 27.3 કરોડ લોકો ગરીબીના દાયરામાંથી બહાર આવ્યા છે. આ દરમિયાન કોઇપણ દેશમાં ગરીબોની સંખ્યામાં સૌથી વધુ ઘટાડો છે. સંયુક્ત રાષ્ટ્રની એક રિપોર્ટમાં તેની જાણકારી આપવામાં આવી.
સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ (યૂએનડીપી) અને ઓક્સફોર્ડ ગરીબી તથા માનક વિકાસ પહેલ (ઓપીએચઆઇ) દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાથી ખબર પડે છે કે 75માંથી 65 દેશોમાં 2000 થી 2019 વચ્ચે બહુપરીમાણીય ગરીબી સ્તરમાં ખૂબ ઘટાડો આવ્યો છે.
બહુપરીમાણીય ગરીબી દૈનિક જીવનમાં ગરીબ લોકો દ્વારા અનુભવ કરવામાં આવનાર વિભિન્ન અભાવોને સમાહિત કરે છે. જેમ કે ખરાબ સ્વાસ્થ્ય, શિક્ષણનો અભાવ, જીવન સ્તરમાં અપર્યાપ્તતા, કામની ખરાબ ગુણવત્તા, હિંસાનો ખતરો, અને એવા ક્ષેત્રોમાં રહેવું જે પર્યાવરણ માટે ખતરનાક છે.
આ 65 દેશોમાંથી 50ને ગરીબીમાં રહેનાર લોકોની સંખ્યા ઓછી કરી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સૌથી મોટો ઘટાડો ભારતમાં આવ્યો, જ્યાં 27.3 કરોડ લોકો ગરીબીથી ઉપર ઉઠવામાં સફળ રહ્યા.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચરેય દેશો- ઓર્મેનિયા (2010–2015 / 2016), ભારત (2005 / 2014-15 / 2016), નિકારાગુઆ (2001–2011 / 2012) અને ઉત્તર મૈસેડોનિયા (2005/2014) એ પોતાના વૈશ્વિક બહુપરીમાણીય ગરીબી ઇન્ડેક્સ (એમપીઆઇ)ને આધાર કરી દીધો. આ દેશ દર્શાવે છે કે ખૂબ ભિન્ન ગરીબી સ્તરવાળા દેશો માટે શું સંભવ છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube